રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ -કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ

કચ્છ - કડંલા - તારીખ - ૧૯/૧૦/૨૦૨૧ મંગળવાર


રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ -કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ


દીનદયાળ પોર્ટ કંડલા ખાતે રૂ. ૨૭૭ કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હુત



ભુજ, મંગળવાર - દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે એ કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રીશ્રી સર્વાનંદ સોરોવાલે જણાવ્યું હતું. દીનદયાળ પોર્ટ કંડલા- કચ્છ ખાતે રૂ.૨૭૭ કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત  કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોરોવાલે કર્યું હતું. આ તકે તેમણે વધું માં જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના ૧૨ મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૧૦૦ લાખ કરોડ  ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું.    

      

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો થી મળેલાં લાભો અંગે વિગતે માહિતી આપી હતી ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ  ઔદ્યોગિક વિકાસ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિકાસ બાબતો રજૂ કરી હતી.                

        

દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ આ તકે જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે રૂ.૧૨૬.૫૦ કરોડ, નવી ૮મી ઓઇલ જેટી બનાવવા માટે રૂ.૯૯.૦૯ કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે રૂ.૩૬ કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે રૂ.૧૫ કરોડ ખર્ચ કરાશે. 

         

આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખશ્રી ઈશિતા બેન ટીલવાણી ,દીનદયાળ પોર્ટના વાઈસ ચેરમેન નંદિશ શુક્લા, કસ્ટમ અધિકારીની શ્રી પી. તિવારી ,પી.આર.ઓ. શ્રી ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો ,કમૅયોગીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા કરિશ્મા મણિ કચ્છ સાથે શ્યામ ચરણ


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - કરિશ્મા મણિ આદિપુર 

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain