રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વાગડવાસીઓએ અધ્યક્ષા ડો.નીમાબેનનું ઉષ્માભર્યુ સન્માન કર્યુ

 કચ્છ - તારીખ - ૧/૧૦/૨૦૨૧ શુક્રવાર


રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વાગડવાસીઓએ અધ્યક્ષા ડો.નીમાબેનનું ઉષ્માભર્યુ સન્માન કર્યુ



રાપર ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા અને કચ્છનું ગૌરવ એવા ડો.નીમાબેન આચાર્યને રાપર ટાઉનહોલ ખાતે વાગડવાસીઓએ ઉષ્માભેર ઉમંગથી પોંખ્યા હતા.

કચ્છની ખમીરવંતી પ્રજાને શ્રી નરેન્દ્રભાઇએ વચન આપેલું કે ભૂકંપના પગલે નિરાશ ના થશો સરકાર તમારી સાથે અનેકવિધ યોજનાઓ દ્વારા કચ્છને બેઠું કરવા પુરૂષાર્થ આપ્યો હતો. કચ્છનો વિકાસ થાય કચ્છનું માન વધે કચ્છનું ગૌરવ વધે વિશ્વમાં કચ્છનું નામ મુકાય માટે આ પદ કચ્છના લોકોને આપ્યું છે મને જવાબદારી આપી છે. આ જવાબદારી સારી રીતે નિભાવીએ એમણે આપણા પર જે વિશ્વાસ મૂકયો છે એ વિશ્વાસ પર આપણે ખરા ઉતરીએ તેવી આપણે સૌ પ્રભુ પ્રાર્થના કરી અને સૌએ કરેલા સ્વાગત સન્માન બદલ આપ સાથેનો હદયપૂર્વક આભાર.



વાગડ સૌની આગળને સાકાર કરતા નર્મદાના પાણી પહોંચાડવા સરકાર પ્રયત્ન કરી રહી છે. ટપ્પર ડેમ ભરાઇ ગયો છે. પાઈપ લાઇનથી પાણી સુવઇ ગામમાં પાણીની વ્યવસ્થા અડધે સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે આ તકે તેમણે મહિલા સશકિતકરણ માટે અમલી થયેલ યોજનાઓ અને રાજકારણ અને સરકારમાં મહિલા પ્રતિનિધિત્વના દાખલા રજુ કર્યા હતા.


આ તકે માજી ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ અધ્યક્ષા તરીકે આપનું નામ ઈતિહાસમાં અંકિત થયું છે પરંતુ જયારે દેશના અધ્યક્ષોનો ઈતિહાસ લખાય તેમાં પણ આપની કામગીરીના આધારે આપનું નામ સુવર્ણ અક્ષરે લખાય એવી તમામ વાગડના નાગરિકો વતી હદયની શુભેચ્છા પાઠવું છું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાપર વિસ્તારના સ્વ.ધીરૂભાઇ શાહ પણ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકયા છે. ડો.નીમાબેન પ્રથમ મહિલા અધ્યક્ષ તો છે જ પણ આચાર્ય પરિવાર વાગડના બેલા પરિવારના છે આમ વાગડ સૌની આગળ છે.

વાગડના વધુ એવા વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય ને ઉમંગભેર વધાવવાની વેળાએ ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા રાપર મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા  જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ આંકડા અધિકારી ડી જે ચાવડા હરેશ પરમાર ભરત પરમાર પ્રમુખશ્રી અમશીબેન વાવીયા, , લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમીરસિંહ સોઢા, જીલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ , વનવીરભાઇ રાજપુત, હરીભાઇ રાઠોડ અંબાવીભાઇ વાવીયા ,નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી બળવંત ઠક્કર ઈરાબેન ચૌહાણ, કિશોરભાઇ મહેશ્વરી, ગંગા બેન સિયારીયા નશાભાઇ દૈયા, ઉમેશ સોની, , સંચાલન અને આભારવિધિ કરનારશ્રી મોરારદાન ગઢવી,  ઉમેશ સોની રાપર શહેર ભાજપ ના પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર ભિખુભા સોઢા રાપર શહેર ભાજપ ના મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા હઠુભા સોઢા નિલેશ માલી ભાવિક મિરાણી ધર્મેન્દ્ર સિયારીયા ધર્મેન્દ્ર કચ્છી અંબાવી વાવીયા કાનાભાઇ ગોહિલ તેમજ વિવિધ સમાજના, સંગઠન, સંસ્થાઓ, પરિષદો અને મંડળોના અગ્રણીઓ, મહિલાઓ અને વાગડવાસીઓ ઉપસ્થિત રહયા હતા. આમ આજે રાપર  સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિધાનસભા ના અધ્યક્ષા ડો નિમા બેન આચાર્ય નો સન્માન સમારોહ યોજાયો હતો


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain