સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ કચ્છ જીલ્લા ટીમ દ્વારા વાલ્મિકી સમાજ દ્વારા સંચાલિત પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ૨૦૨૪ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકો સાથે ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ઊજવણી કરવામાં આવી.

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ કચ્છ જીલ્લા ટીમ દ્વારા વાલ્મિકી સમાજ દ્વારા સંચાલિત પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ૨૦૨૪ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકો સાથે ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ઊજવણી કરવામાં આવી.

યુકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા ટીમ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે અને શ્રી વાલ્મિકી ટ્રસ્ટ કચ્છ દ્વારા આયોજીત પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ ૨૦૨૪ પ્રસંગે ઉપસ્થિત રહી વાલ્મિકી સમાજ ને UNHRC અને એના જનકલ્યાણ ના સેવાકીય કાર્યો અંગે માહિતીગાર કરવામાં આવ્યાં હતા અને ડો. બાબા સાહેબ ની જન્મ જયંતી ના ઉજવણી સ્વરૂપે દીપ પ્રાગટ્ય કરી બાબા સાહેબ ના સિદ્ધાંત અને એમના બંધારણ દ્વારા દેશ ની જનતા ને આપેલ મૂળભૂત હક્કો અને અધિકાર વિશે નો વાલ્મિકી સમાજ ને જાગરૂકતા સંદેશો પાઠવ્યો હતો, અને શ્રી વાલ્મિકી ટ્રસ્ટ કચ્છ સમૂહ લગ્ન, શિક્ષણ, વ્યસનમુક્તિ, જેવાં સમાજકલ્યાણ ના આવા કાર્યો કરવા માટે પ્રોત્સાહન મળી રહે અને નાના મોટા દરેક સમાજ સુધી UNHRC સમિતિ નાં સેવાકીય કાર્યો ની સુવાસ ફેલાય એ હેતુ થી UNHRC સમિતિ દ્વારા આયોજકો ને પ્રસંશા પ્રમાણપત્ર (મોમેંટો) અર્પણ કરવામાં આવ્યો હતો. 

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના પ્રતિનિધિ તરીકે વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત સામાજિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવેલ એ બદલ હું  કિશોરસિંહ ડી જાડેજા (ગુજરાત રાજ્ય વાઇસ પ્રેસિડેન્ટ) UNHRC સમિતિ અને એના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ નો ખુબ ખુબ આભાર માનું છું જેમના થકી મને સર્વ સમાજ મા એક અલગ વિશેષ ઓળખ ઊભી કરવા માટે નું પ્લેટફોર્મ મળ્યું છે. આ કાર્યક્ર્મ દરમિયાન UNHRC કચ્છ જીલ્લા ટીમ વતી ઈસ્ટ કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણા અને ઈસ્ટ કચ્છ કાર્યકારી પ્રમુખ (એજયુ. સેલ) શ્રી સંજયભાઈ સોલંકી તથા શ્રી ગણેશભાઈ વાધેલા અને શ્રી જયેશભાઈ સોલંકી અને શ્રીમતી નીતાબેન ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિત કરવા બદલ શ્રી ગુજરાતી વાલ્મિકી ટ્રસ્ટ કચ્છ નાં આયોજકો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain