અમદાવાદમાં રાત્રે 3 વાગે PCBએ રેડ પાડી પાંચ ગ્રાહકને હુક્કો ફુંકતા પકડ્યા, 40 ફલેવરનું નિકોટીન જપ્ત

અમદાવાદમાં રાત્રે 3 વાગે PCBએ રેડ પાડી પાંચ ગ્રાહકને હુક્કો ફુંકતા પકડ્યા, 40 ફલેવરનું નિકોટીન જપ્ત

અમદાવાદ શહેરમાં રિંગ રોડ નજીક આવેલા બિગ ડેડી કાફેમાં કાફેની આડમાં હુક્કાબાર ચાલતો હતો. મોહમ્મદપુરા રોડ પર આવેલા કાફેની અંદર છેલ્લા કેટલાક દિવસથી આખી રાત યુવક યુવતીઓ આવીને હુક્કા પિતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમ ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યે રેડ કરીને પાંચ લોકોને હુક્કા પિતા ઝડપી લીધા હતા. આ હુક્કાબારની અંદરથી કુલ 40 હુક્કા 1 અલગ અલગ ફ્લેવર ટોબેકો અને અન્ય વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલે પીસીબીએ જાણવા જોગ નોંધીને - સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

મોહમ્મદપુરા રોડથી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર બિગ ડેડી કાફે 1 આવેલું છે. આ કાફેની અંદર કોફી અને નાસ્તાની આડમાં લોકોને હુક્કા પીરસવામાં આવતા હતા. યુવાન યુવક- યુવતીઓ રોજ પોતાના ગ્રુપમાં અહીંયા આવીને હુક્કાની મહેફિલ માણતા હતા અને મોજ મસ્તી કરતા હતા, પરંતુ આ હુક્કામાં તમાકુની ફલેવર પણ એડ કરવામાં આવતી હતી. જે ગેરકાયદેસર રીતે હોવાથી પોલીસને આ જગ્યાએ રેડ કરવાની બાતમી મળી હતી.

પીસીબી પીઆઈ એમ.સી.ચૌધરી અને તેમની ટીમ બાતમીના આધારે બિગડેડી કાફે ઉપર પહોંચી ગયા હતા. જ્યાં અંદર એક ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા શ પી પીર રહ્યા હતા. પીસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીંયા રોજ અનેક યુવક-યુવતી હુક્કાનું વ્યસન કરવા માટે આવતા હતા અને તેમને ફ્લેવર હુક્કાના નામે તમાકુ મિશ્રિત હુક્કા આપવામાં આવતા હતા. આ જગ્યાના સીસીટીવી પણ પીસીબી દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે શનિ અને રવિવારના દિવસે અહીંયા ખચોખચ લોકો આવે છે અને હુક્કાની મહેફિલ માણે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain