સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મધ્યે મહાપંચાયત સાંજે મોડે સુધી ચાલતા સરકાર સમાધાન તરફ

સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મધ્યે મહાપંચાયત સાંજે મોડે સુધી ચાલતા સરકાર સમાધાન તરફ

OPS સહિતના પડતર પ્રશ્નો માટે બહોળી સંખ્યામાં ABRSM કચ્છ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના શિક્ષક-કર્મચારીઓ ગાંધીનગર મધ્યે મહાપંચાયતમાં જોડાયા..

૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે એવી સરકાર દ્વારા ખાતરી અપાઇ.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓ.પી.એસ તેમજ પડતર પ્રશ્નો બાબતે મહા મતદાન પછીના બીજા તબક્કામાં ગાંધીનગર મધ્યે મહાપંચાયત યોજવામાં આવેલ હતી. જેમા સમગ્ર ગુજરાતની સાથે કચ્છ માંથી પણ બહોળી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓએ ઉપસ્થિત રહી કચ્છ જિલ્લાની લાગણીઓ અને માંગણીઓનુ પ્રતિનિધિત્વ કરેલ હતુ. 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા ઓ.પી.એસ. તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અર્થે આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરના શિક્ષકો સહિત અન્ય અલગ અલગ સંવર્ગના લાખો કર્મચારીઓએ તા. ૬ માર્ચના રોજ મહા મતદાન કરેલ હતુ અને લાખો મતપત્રકો ગાંધીનગર મધ્યે જમા કરાવેલ હતા. પ્રથમ તબક્કાના આ કાર્યક્રમ બાદ બીજા તબક્કામાં ગાંધીનગર મધ્યે જય જય શ્રી રામના નારા સાથે કેસરી ધ્વજ, ખેસ, વસ્ત્ર, સાફા સહિત કેસરીયા માહોલમાં તા. ૯ માર્ચના રોજ મહાપંચાયતનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમા સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ ઉપસ્થિત રહી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંયુક્ત મોરચા અધ્યક્ષ ભીખાભાઈ પટેલની આગેવાની હેઠળ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મધ્યે ઉપસ્થિત રહી રામધૂન ગાઇ શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કરેલ હતા. મોડી સાંજ સુધી ધરણા કાર્યક્રમ ચાલુ રહેતા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા 2005 પહેલાના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના ઠરાવ બહાર પાડવાની ખાતરી અપાતા સમાધાન થયેલ હતુ. સંયુક્ત મોરચાના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજી 2005 પહેલાના શિક્ષકોને ઓ.પી.એસ.નો લાભ આપવાની જાહેરાત કરવામાં આવશે એવી ખાતરી અપાઇ હતી.

આ તકે કચ્છ જિલ્લા માંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મંત્રી મૂરજીભાઇ ગઢવી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ,અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ,મહામંત્રી પીયૂષભાઈ ડાંગર,અંજાર નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયા,મહામંત્રી હસમુખભાઈ પરમાર,મનોજભાઈ પાલેકર,ગાંધીધામ તાલુકા સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ,મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ જિલ્લા સહમંત્રી નટવરભાઈ ચૌધરી,રમેશભાઈ પ્રજાપતિ, ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી હિતેશભાઇ સોલંકી,સંગઠનમંત્રી મોહનભાઇ માતા સહિતના ABRSM ના અનેક પદાધિકારીઓ,શિક્ષકો સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર મધ્યે ઉપસ્થિત રહી મહા પંચાયતને સફળ બનાવવા માટે યોગદાન આપેલ હતુ, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયુ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain