ગંભીર બાબત: વડનગરની યસ બેંકની શાખામાં ખોલવામાં આવી રહ્યા છે ડમી બેંક એકાઉન્ટ?

ગંભીર બાબત: વડનગરની યસ બેંકની શાખામાં ખોલવામાં આવી રહ્યા છે ડમી બેંક એકાઉન્ટ?

બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવી રહી છે. જણાવી દઇએ કે, આ ત્રણ લોકો અંતે તો ડબ્બા ટ્રેડિંગના અન્ય મોટા માફિયાઓ માટે જ કામ કરી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ડમી એકાઉન્ટમાં આવતા પૈસાને મેન માફિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે ઉપરાંત સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતા ડબ્બા ટ્રેડિંગના રેકેટનો જ એક ભાગ ડમી એકાઉન્ટ ખોલાવવાનો છે.

ડમી એકાઉન્ટ ખોલાવવાની જવાબદારી નિલેશ, સહદેવ અને દિપક ઉપર છે. તેઓ અલગ-અલગ ગામડાઓના વિવિધ જ્ઞાતિ-જાતિ, ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને તેમનું નકલી એકાઉન્ટ ખોલાવે છે. આ ડમી એકાઉન્ટના બદલામાં તેઓ તેમને પૈસા આપવાની લાલચ આપે છે. પરંતુ સાપનો સ્વભાવ ડંખ મારવાનો જ હોય છે, તેવી રીતે આરોપીઓની ફિતરત બધાને ચૂનો લગાવવાની જ હોય છે. આમ તેઓ જેમના નામનું ડમી એકાઉન્ટ ખોલાવે છે તેમના સાથે પણ છેતરપિંડી કરે છે.

આવા જ એક ડમી એકાઉન્ટ ખોલાવનારા એક ગ્રામીણ વ્યક્તિએ અમારા રિપોર્ટરનો સંપર્ક સાંધીને તમામ માહિતી આપી હતી. આ વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતુ કે, તેઓ અમારા નામનું બેંક એકાઉન્ટ ખોલાવીને તેમા લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરે છે. તેમાં બેંકના કર્મચારીઓ પણ તેમનો સાથ આપે છે. જ્યારે મને ખ્યાલ આવ્યો કે, આ તો લોકો સાથે છેતરપિંડી કરીને બે નંબરના પૈસા લાવે છે, ત્યારે મેં બેંક એકાઉન્ટ બંધ કરાવવાનું કહ્યું તો પણ મને ધમકાવવામાં આવ્યો અને કહ્યું કે, તું બેંક એકાઉન્ટ બંધ કરાવીશ તો પણ અમે વાપરતા જ રહીશું. અમારા બધા શેટિંગ છે. અમારા બેંક મેનેજર સહિત પોલીસ સુધીના શેટિંગ છે. અમે તને જ ફસાવી દઇશું. પીડિત વ્યક્તિએ પોતાના ઇમેલ આઈડીમાં પૈસાના ટ્રાન્જેક્શન સહિતના તમામ મેસેજ સુધીની માહિતી અમારા સાથે શેર કરી છે.

આમ આરોપીઓ દ્વારા પહેલા ગામડાના અભણ વ્યક્તિઓ પાસે અસત્ય બોલાવીને બેંક એકાઉન્ટ ખોલાવી લેવામાં આવે છે, પાછળથી ગેરકાયદેસર રીતે તે ખાતામાં પૈસા મંગાવવામાં આવે છે. અંતે બેંક એકાઉન્ટ ખોલાવનારને જ ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. આમ ડબ્બા ટ્રેડિંગ ચલાવનારાઓ એક સાથે અનેક ક્રાઇમ કરી રહ્યા છે અને પોલીસ અજાણ છે. સ્વભાવિક છે કે, વડનગર-વિસનગરમાં અવાર-નવાર પોલીસ ડબ્બા ટ્રેડિંગના કેસ નોંધી રહી છે. પરંતુ મોટા માથાઓ પોલીસની પહોંચથી દૂર છે. જેઓ આવી તમામ રીતની એક સુવ્યવસ્થિત ચેન બનાવીને લોકો સાથે છેતરપિંડી કરીને લોકોને લૂંટી પણ રહ્યા છે અને ફસાવી પણ રહ્યા છે.

દેશની મોટામાં મોટી પ્રાઇવેટ બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવવા એક અતિ ગંભીર બાબત ગણી શકાય. પોલીસની સાથે-સાથે આરબીઆઈને પણ તપાસ કરવી જોઈએ. જો પોલીસ વ્યવસ્થિત તપાસ કરે તો એક મસમોટું રેકેટ સામે આવી શકે છે. તો આરબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો વડનગર સહિત વિસનગરની યસ બેંકની બ્રાન્ચમાં પણ અનેક ડમી એકાઉન્ટ મળી આવી શકે છે.

બેંક કર્મચારીઓ આરોપીઓનો સાથ આપી રહ્યા છે તે પણ ગંભીર બાબત છે. તેથી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓના રિપોર્ટના આધારે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલીને ડબ્બા ટ્રેડિંગના રેકેટ સાથે જોડાયેલા મોટા માથાઓને જેલના સળીયા પાછળ ધકેલી શકાય છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain