કચ્છ ના બિદડા ગામમાં ફરી કોની રહેમનજર હેઠળ ચકલી પોપટ નો‌ જુગાર યંત્ર ના માધ્યમ થી શરૂ

કચ્છ ના બિદડા ગામમાં ફરી કોની રહેમનજર હેઠળ ચકલી પોપટ નો‌ જુગાર યંત્ર ના માધ્યમ થી શરૂ

બિદડા ગામમાં યંત્ર ઉપર ચકલી પોપટ નામની જુગાર ધામ પાછું વળી ધમધમતું થયું

ન્યુઝ મા અપડેટ્સ આવત એક અઠવાડિયા સુધી બંધ રહ્યું પાછું વળી ધમધમતું થયું

બિદડા ગામમાં છેલ્લા બે ત્રણ મહિના થી ખોટી પ્રવૃત્તિઓ માજા મૂકી છે ત્યારે બિદડા ગામમાં યંત્ર ઉપર(ચકલી પોપટ)નામની જુગાર ની રમતો ચાલુ થઈ હતી તે યંત્ર ની જુગાર ધામ નુ પેપરમાં આવી જતા તો તે એક અઠવાડિયા સુધી બંધ રહ્યું હતું પાછું વળી એક અઠવાડિયા થી ધમધમતું નજરે ચડીયુ છે આ યંત્ર ઉપર રમાતી ચકલી પોપટ નામની જુગાર ધામ પર નાનાં મધ્ય વર્ગ નાં લોકો હજારો રૂપિયા હારીને પોતાની કમાવેલ રકમ દાવ પર લગાવી ને રૂપિયા ની વેડ ફેલ કરે છે. યંત્ર ઉપર (ચકલી પોપટ).નામની જુગાર નાં હટડો ધમધમાટ ચાલી રહ્યું છે તો આ કોની મીઠી નજર હેઠળ ચાલતા જુગારધામ ના અડાઓ છે તે એક વિચારવા જેવું છે.

બિદડા ગામના લોકો કાળ મજુરી કરી ને કમાતા તેની રકમ સંપૂર્ણ યંત્ર ઉપર ચકલી પોપટ નામની જુગાર પર તમાંમ રકમ દાવ ઉપર લગાવી દેતાં કમાવેલ રકમ હારી જતા ઘરમાં બોલા ચાલી થતી હોય છે.સાથે બિદડા ગામમાં પ્રવેશ નાં મેન ગેટ પાસે પંચાયત નાં ફાળવેલ ગાલા માં આ જુગાર ધામ ચાલી રહ્યું છે સાથે ત્યાં થી અવર જવર કરતી માતા બહેનો ને બહું જ તકલીફ ભોગવવી પડે છે કારણ કે ગામમાં આવાનું મુખ્ય માર્ગ છે.માટે લોકો ને તકલીફ ભોગવવી પડે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક એલસીડી ટીવી પર યંત્ર આવે છે તે યંત્ર ઉપર હાર જીતનાં દાવ લગાવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયા સુધી બંધ રહેતા ગામના લોકો હાશકારો અનુભવ્યો હતો પણ વળી પાછું યંત્ર ઉપર ચકલી પોપટ નામની જુગારધામ ધમધમતું નજરે પડે છે.પણ પોલીસ કાર્યવાહી કરવા કોની રાહ જોઈ રહી છે અને આ જુગારધામ નાં ધમધમતા અડાઓ કોની મેહરબાની થી ચાલી રહ્યાં છે તેવાં ગ્રામજનો પણ જણાવી રહ્યા છે.મોટા પોલીસ અધીકારી દ્વારા રેડ પાડીને આ જુગારધામ બંધ કરાવે તો સારું થાય.સાથે ગામના લોકો જણાવી રહ્યા છે કે આ જુગારધામ બંધ નહીં થાય તો અમો ગાંધીચિંધ્યા માર્ગ પર જવાનું નક્કી કર્યું છે તેવી વાત ગામની જનતા જણાવી રહીં છે. યંત્ર ઉપર રમાતી ચકલી પોપટ નામની જુગાર ધામ હાર જીત નાં દાવ ચાલી રહ્યાં છે.તો પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવું ગણાય લોકો જણાવી રહ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain