ડીસા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વિકાસના કામોની ખુલ્લી પોલ..

 ડીસા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વિકાસના કામોની ખુલ્લી પોલ..

ડીસા શહેરમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી વરસાદની શરૂઆત થતાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેને લઇને રાહદારીઓ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે થી વડલીફાર્મ જવાના રસ્તા પર વષોથી નવિનરોડ બનાવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી હતી 

જેના પગલે નવિનરોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ વડલી ફાર્મ જવાનો રસ્તો બે મહીના પહેલા ખોદી રોડની કામગીરી ચાલું કરવામાં આવી હતી  

પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ કરી આશરે બે મહિનાથી  ખોદકામની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેને લઇને આજે પડેલા વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાતાં સ્થાનિકો અને રાહદારીઓ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા 

રોડ બનાવાનાર કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અત્યારે વરસાદી પાણી ભરાતાં કાદવ કીચડ છવાયો છે જેથી રોજબરોજ અવરજવર કરતાં રાહદારીઓ અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે   ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જો આ રસ્તો ચોમાસા પહેલા નવિનરોડ નહી બને તો આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ ઉભું થઈ શકે છે 

તાત્કાલિક અસરથી વડલી ફાર્મ જવાના રસ્તા પર નવિનરોડ બનાવાના કામગીરી શરૂ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે..

0/Post a Comment/Comments

Stay Conneted

Domain