સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતીની કોર કમિટીની મિટિંગ સર્કિટ હાઉસ, અમદાવાદ ખાતે યોજાઈ

 સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતીની કોર કમિટીની મિટિંગ સર્કિટ હાઉસ, અમદાવાદ ખાતે યોજાઈ

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતીની કોર કમિટીની મિટિંગ સર્કિટ હાઉસ, અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, જૂનાગઢ, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છ, દાહોદ, મહીસાગર જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ટીમ દ્વારા જીલ્લા અને શહેરના પ્રમુખશ્રીઓને તાલુકા તથા વોર્ડની વધારાની જવાબદારી સોંપી ટીમના સંગઠનને મજબૂત કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. 

United Nations ની આગામી કોન્ફરન્સ જે દુબઈ ખાતે યોજાવાની છે તેમાં સમિતિના પદાધિકારીઓ ભાગ લે તેના માટે ટીમ તૈયાર કરવા સૂચન કરવામાં આવ્યા હતા. UNHRC ના મહિલા અધ્યક્ષ શ્રી એશાબેન શાહ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અને મહિલા આગેવાની માટેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગીત અને સ્વરૂચી ભોજન કરી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain