ગુજરાતના ક્યા ગામમાં રાક્ષસો કરતા પણ ખરાબ હતી સ્થિતિ, સગો બાપ અને ભાઈ દિકરી સાથે

ગુજરાતના ક્યા ગામમાં રાક્ષસો કરતા પણ ખરાબ હતી સ્થિતિ, સગો બાપ અને ભાઈ દિકરી સાથે 

ગુજરાતના આ ગામમાં રાક્ષસો કરતા પણ ખરાબ હતી સ્થિતિ, સગો બાપ અને ભાઈ દિકરી સાથે તમને વિશ્વાસ નહીં થાય પણ અહીં હવે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી અનેક શાસકો આવ્યાં અને અહીંની સ્થિતિ સુધારવા ઘણાં પ્રયાસો થયા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. વર્ષો સુધી આ ગામ એજ ગંદા ધંધાના ખદબદતું રહ્યું. જોકે, હવે સ્થિતિઓ બદલાઈ ગઈ છે. એક સમયે બદનામ ગામ હવે પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યાં છે. 

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાડિયા ગામની. એક એવું ગામ જે એક સમયે દેહવ્યાપર માટે દેશ અને દુનિયાભરમાં બદનામ હતું. ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ. થોડા સમય પહેલાં જ વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપારથી દૂર રહીશું. નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું. ત્યાર બાદ આ ગામે પોતાની વર્ષોથી ખરડાયેલી છબિ સુધારીને એક નવો ચીલો ચિતર્યો છે. આજે આ ગામનો દબદબો છે. ખરાબ કુટેવોમાંથી આ ગામ બહાર આવી ગયું છે. જે માટે ઘણી સંસ્થાઓ આગળ પણ આવી છે. જેને કારણે ગામને મોટો ફાયદો થયો છે.

અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે. આ માટે ઘણી સમાજિક સંસ્થાઓએ પણ પ્રયાસો કર્યા છે. જે હવે ફળ્યા પણ છે.

બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે. પાલનપુર અને થરાદ હાઈવે પર આવેલ આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવાતી હતી. આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. ૧૨ વર્ષની યુવતીઓને પણ આ વ્યવસાયમાં નાખી દેવામાં આવતી હતી. આ કિસ્સો એટલાં માટે દર્શાવાયો છેકે, જો આવી સ્થિતિમાંથી પણ આ ગામના લોકો સુધારો કરીને સમાજ જીવનમાં મોટું અને સારું પરિવર્તન લાવી શકતા હોય તો બીજા ગામોને પણ તેમનામાંથી સારી પ્રેરણા મળે છે.

દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા ગામના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે. આ ગામ ધીરે ધીરે દેહવ્યાપારમાંથી બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વર્ષો પહેલા નાના ઝુંપડામાં વહેંચાયેલ ગામ આજે પાકા મકાન સાથે શૌચાયલની સાથે અન્ય સુવિધા તરફ દોટ મૂકી રહ્યું છે દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર છે, આજે વાડિયા ગામના અનેક બાળકો અમદાવાદ, પાટણ, ડીસા, પાલનપુર અને થરાદમાં શિક્ષણ લઈ રહ્યા છે જે આવનાર વર્ષોમાં આજ ગામની દશા અને દિશા બદલાઈ રહી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain