પાલનપુરમાં સોસાયટીમાં વાહન પર બેઠેલી મહિલા સાથે નરાધમે કરી છેડતી, 6 વર્ષની બાળાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ મહિલાને બચાવી

પાલનપુરમાં સોસાયટીમાં વાહન પર બેઠેલી મહિલા સાથે નરાધમે કરી છેડતી, 6 વર્ષની બાળાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ મહિલાને બચાવી



તારીખ - ૨૦/૦૩/૨૦૨૪ - બુધવાર - બનાસકાંઠાના પાલનપુર શહેરની સોસાયટીમાં મહિલાની જાહેરમાં છેડતીની ઘટના સામે આવી છે. ખુલ્લેઆમ કોઈ પણ જાતના ભય વિના વાહન પર બેઠેલી મહિલાની બાજુની સોસાયટીના શખ્સે મહિલાની છેડતી કરતો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.

ખુલ્લેઆમ કોઈ પણ જાતના ભય વિના શખ્સે મહિલાની છેડતીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે 6 વર્ષની બાળકીએ તેની માતા સાથે થયેલા કૃત્યને જોઈ ભયભીતને બની બુમાબુમ કરતા સોસાયટીના લોકોએ મહિલાને બચાવી હતી. સમગ્ર મામલાને લઇ છેડતીનો ભોગ બનેલી મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે નક્ષત્ર સોસાયટીના શખ્શ સામે છેડતીની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.પાલનપુર પશ્ચિમ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain