નકલી એન્ટીકરપ્શન પોલીસ ઝડપાઈ

 નકલી એન્ટીકરપ્શન પોલીસ ઝડપાઈ 

બારડોલીમાં બે ઈસમો પૈસા પડાવવા લોકોને તડીપારની ધમકી આપતા; પોલીસે નકલી અધિકારીઓને રંગે હાથ ઝડપી પાડયા

બારડોલી રૂરલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે નકલી એન્ટીકરપ્શન પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા નકલી અધિકારીઓને દબોચી લીધા હતાં. તેઓ પાસેથી ઈકો કાર, મોબાઈલ સહિત 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

બારડોલી રૂરલ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના – કડોદ ગામે નકલી એન્ટીકરપ્શન પોલીસ – બનીને બે ઈસમો પૈસા ઉઘરાવે છે. પૈસા = ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની 5 તેમજ તડીપાર કરાવી દેવી ધમકીઓ આપી છે. જે ચોક્કસ બાતમીના આધારે 1 બારડોલી રૂરલ પોલીસ મથકના PSI 1 સહિતનો સ્ટાફ કડોદ ગામે પહોંચ્યો હતો. જે બે ઈસમો ઇકો ગાડી લઈને ઊભા હતા અને ઈકો ગાડીના આગળના ભાગે EKTA ANTI CORRUPTION બોર્ડ લગાવ્યું હતું.

પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી બારડોલી રૂરલ પોલીસે ઈકો ગાડીની તપાસ કરતા ઈકો ગાડીના કાચ ઉપર INDIA NON JUDICAL લખેલું તથા આગળના ભાગના ગાર્ડ ઉપર અંગ્રેજીમાં લાલ કલરની રેડિયમ પટ્ટીથી REAL OWNER INDIAનું લેબલ તેમજ બાજુમાં અશોક સ્થંભના લોગો વાળું સ્ટીકર લગાડયું હતું. પોલીસે બંને ઇસમોની પૂછપરછ કરતાં તેઓએ પોતાનું નામ સતીશ ગામીત અને મહેન્દ્ર વસાવા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસની પૂછપરછમાં બંન્ને નકલી એન્ટીકરપ્શન અધિકારીઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી બે મોબાઈલ, ઈકો ગાડી, રોકડ મળી કુલ 2.10 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain