વચગાળાના જામીન પરથી પેરોલ જંમ્પ કરી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

વચગાળાના જામીન પરથી પેરોલ જંમ્પ કરી નાસતા ફરતા કાચા કામના કેદીને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

પોલીસ ઇન્સપેકટર એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગમા રહી ઉપરોકત કામગીરી કરવા આપેલ સુચના આઘારે પેટ્રોલિંગ દરમ્યાન હ્યુમન સોર્સના માધ્યમથી મળેલ બાતમી હકીકત આઘરે ગળપાદર જીલ્લા જેલના કાચા કામના કેદી નં -૧૪૨૫/૨૦૨૩ વિશાલ ભીમજી અતરેસા ઉ.વ ૨૩ રહે.ઈન્દીરા નગર તા.ગાંઘીઘામ વાળો ગળપાદર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી પેરોલ જંમ્પ કરી નાસતો ફરતો હોય જેને ઇન્દીરા નગર રેલ્વેના પાટા પાસેથી પકડી પાડી રાઉન્ડ અપ કરી ગળપાદર જીલ્લા જેલ ખાતે પરત ક૨વા માટે તજવીજ ક૨વા આવેલ છે.

પકડાયેલ આરોપીઓ - વિશાલ ભીમજી અતરેસા ઉ.વ ૨૩ રહે.ઈન્દીરા નગર તા.ગાંધીધામ

ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર  એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. જી.પી.જાડેજા તથા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain