ડીસામાં શોરૂમ ની આગળ જ ઓલા ઇવી બાઈક સળગાવવાનો પ્રયાસ

ડીસામાં શોરૂમ ની આગળ જ ઓલા ઇવી બાઈક સળગાવવાનો પ્રયાસ

ખરાબ થયેલા ઇવી બાઈકની સર્વિસ ન મળતા કંટાળેલા ગ્રાહકે પગલું ભર્યુ ડીસામાં ઇલેક્ટ્રિકલ વહિકલ ઓલા ના એક ગ્રાહકે પોતાનું ઇવી બાઇક બગડવાના કારણે કંપનીમાંથી સર્વિસ ન મળતા શોરૂમ આગળ જ બાઈક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મેનેજર સહિત સ્ટાફે દોડી આવી ગ્રાહકને સમજાવતા મામલો થાળે પડયો હતો.

ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે પરંતુ ઘણી વખત સર્વિસના સેક્ટરમાં કંપનીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા કે યોગ્ય રીતે કાર્ય પૂર્ણ થતા ગ્રાહકો કંટાળી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ડીસા શહેરમાં બન્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ધાનેરા તાલુકાના ખીમત ગામે રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ રબારીએ છ એક માસ અગાઉ ડીસાના હવાઈ પિલર સામે ઓમ પાર્ક આગળ આવેલા ઓલા ઈલેક્ટ્રિકલ વ્હીકલ શોરૂમમાંથી ઓલા ઇવી બાઈક લીધેલું હતું. જે છેલ્લા ત્રણેક માસથી ખરાબ થઈ જતા તેઓ કંપનીના શોરૂમ ઉપર લઈ આવ્યા હતા. 

જોકે મેનેજર એ દોડી આવી સમજાવતા મામલો થાળે પડયો શોરૂમમાંથી યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાનું એવી શોરૂમ પર મૂકી દીધું હતું. છેલ્લા 45 દિવસથી બાઈક શોરૂમ ઉપર પડયું હતું પરંતુ કંપની કે શોરૂમ વાળા કોઈ પ્રકારનો જવાબ આપતા ન હતા. જ્યારે ગત 7 ફેબ્રુઆરીના રોજ તેઓને મેસેજ મળ્યો હતો કે તમારું ઇવી ઠીક થઈ ગયું છે. જેથી તેઓ 8 ફેબ્રુઆરીએ લેવા આવ્યા ત્યારે પરિસ્થિતિ જેવી ને તેવી જ હતી. કોઈ પ્રકારનું કામ થયું ન હતું. જેથી તેઓએ કંપનીને ફરીથી જણાવ્યું હતું પરંતુ કોઈ કામ ન થતા આજે કંટાળીને તેઓએ શોરૂમ આગળ જ પેટ્રોલ ભરેલી બોટલ લઈ આવી પોતાના ઇવી ને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શો રૂમના મેનેજર અને સ્ટાફ ના લોકો દોડી આવ્યા હતા. ભારે રકઝક બાદ મગનભાઈ રબારી ને સમજાવતા આખરે મામલો થાળે પડયો હતો અને કંપની દ્વારા તેઓનું ઇવી યોગ્ય રીતે સર્વિસ કરીને આપશે તેવું જણાવ્યું હતું.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain