ધાનેરા ખાતે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો.

ધાનેરા ખાતે પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાયો.

૫૭ બટુકોએ આ કાર્યક્રમમાં જનોઇ ધારણ કરી.

ધાનેરા તાલુકાના શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ધાનેરા, ધાખા, સાંકડ, નેનાવા અને ડુવા ગામના ભુદેવો ના બટુકોને યજ્ઞોપવિત (જનોઇ) ધારણ કરવાનો કાર્યક્રમ સોમવારે સામરવાડા ગામ પાસે મધુસુદન બંગ્લોઝ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શ્રી બ્રહ્મર્ષિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં વહેલી સવારથી વિધી વિધાન પ્રમાણે સાસ્ત્રોક્ત વિધીથી આ કાર્યક્રમ સરુ કરવામાં આવ્યો હતો જેમાં સાસ્ત્રીશ્રી ત્રંબકજી તથા સાસ્ત્રીશ્રી સત્યમજી દ્વારા આ કાર્યક્રમમાં પ્રથમ ગૌમાતાની પુજા કરીને વિધી વિધાન મુજબ આ કાર્યક્રમની સરુઆત કરાવવામાં આવી હતી. 

આ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ માં ૫૭ બટુકો જોડાયા હતા અને તેઓએ જનોઇ ધારણ કરી હતી. ધાનેરામાં આ પ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડ્યા હતા અને તમામ બટુકોને આર્શિવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કાંતિભાઇ ત્રિવેદી, પિયુષભાઇ દવે, મહેશભાઇ ત્રિવેદી, જનાર્દનભાઇ ત્રિવેદી દ્વારા ટીમ બનાવીને 

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ત્રણ દિવસથી ભારે જહેમત ઉઠાવી હતી. આવનાર તમામ ભાઇ બહેનો માટે અલગ અલગ ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આવનાર તમામ મહેમાનો માટે પણ આ કાર્યક્રમમાં અલગ વ્યવસ્થા કરેલ તેમજ તમામ બટુકોને જનોઇ આપ્યા પછી સભા પણ રાખવામાં આવી હતી અને જેમાં આ સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ ના કાર્યક્રમમાં સહયોગી દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના જીલ્લાભર માંથી આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain