જુનાગઢ પોલીસ ફરી વિવાદમાં, SOG PIને કરાયા સસ્પેન્ડ, બેંકના સીઝ ખાતા અનસીઝ કરવા માંગી હતી લાંચ- વીડિયો

જુનાગઢ પોલીસ ફરી વિવાદમાં, SOG PIને કરાયા સસ્પેન્ડ, બેંકના સીઝ ખાતા અનસીઝ કરવા માંગી હતી લાંચ- વીડિયો

જુનાગઢ પોલીસ ફરી વિવાદમાં આવી છે. SOG PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PI એ બેંકના સીઝ ખાતા અનસીઝ કરવા માટે લાંચ માગી હતી. લાંચની જાણ થતા જ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે અને ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જુનાગઢ પોલીસ ફરી વિવાદમાં આવી છે. SOG PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેંક ખાતા સીઝ કર્યા બાદ અનસીઝ કરવા તેમણે પૈસા માગ્યા હતા. બેંગાલુરુના વેપારી પાસેથી ખાતા અનસીઝ કરવા લાંચ માગી હતી. SOGએ 32 ખાતા સીઝ કર્યા છે. PIની આ કરતુત સામે આવતા જ IG નિલેશ ઝાઝડીયાએ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કર્યા છે અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.

SOG PI દ્વારા લાંચ માગવાની ઘટનાથી જુનાગઢ પોલીસની છબીને વધુ એક દાગ લાગ્યો છે. આ તરફ જુનાગઢમાં PSI દ્વારા યુવકને માર મારવાની ઘટના મામલે PSI મુકેશ મકવાણા વિરુદ્ધ 307 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ 307, 331 મુજબ ગુનો નોંધાયો છે. ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

પીડિત યુવક હર્ષિલ જાદવ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ તપાસના આદેશ આપ્યા છે. PSI મુકેશ મકવાણા સામે માર મારવાનો આરોપ છે. જુનાગઢ પોલીસે ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોનુ નિવેદન લઈ કાર્યવાહી કરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain