મોટર સાઈકલ ચોરીના વણ શોધાયેલ ગુનાને શોધી ગુનામા ગયેલ મો.સા-૦૧ તથા ચોરી કરેલ અન્ય મો.સા-૦૧ સાથે આરોપીને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

 મોટર સાઈકલ ચોરીના વણ શોધાયેલ ગુનાને શોધી ગુનામા ગયેલ મો.સા-૦૧ તથા ચોરી કરેલ અન્ય મો.સા-૦૧ સાથે આરોપીને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ-ભુજ નાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સંબધી તથા શરીર સંબધી ગુના બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા જણાવેલ હોય જે અન્વયે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારનાઓ તરફથી વણશોધાયેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સુચના મળતા પોલીસ ઇન્સપેકટર એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગમા રહી વણશોધાયેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધવા આપેલ સુચના આઘારે પેટ્રોલિંગ દરમ્યાન હ્યુમન સોર્સના માધ્યમથી મળેલ બાતમી હકીકત આઆઘરે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નંબર-૧૧૯૯૩૦૦૭૨૪૦૦૮૫ /૨૦૨૪ ઈ.પી.કો ક-૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી પોકેટડોપ દ્વારા ખરાઈ કરતા ચોરીમા ગયેલ મો.સા હોય જે રીકવર કરી તથા ચોરીના શક પડતા આઘાર પુરાવા વગરના અન્ય એક મો.સા સાથે નીચે મુજબના આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામા આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ :: હરિ લખુભાઈ રાઠોડ ઉ.વ.૨૪ રહે- છકડા સ્ટેન્ડ પાસે મીઠીરોહર તા-ગાંધીધામ

કબ્જે કરેલ મુદામાલ:: (૧) સ્પ્લેન્ડર પ્લસ મો.સા રજી નં જી.જે. ૧૨ .ડી.સી.૯૬૨૬ વાળુ કિ.રૂા ૨૫,૦૦૦/ (૨) એચ.એફ ડિલક્ષ મો.સા રજી નં જી.જે. ૧૨.ડી.એલ.૪૪૬૮ વાળુ કિ.રૂા ૩૦,૦૦૦/

ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. જી.પી.જાડેજા તથા પો.સબ ઇન્સ. કે.જે.વાઢેર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain