સુરત ખાતે વકફ સહાયક કમિટી સિધ્ધપુર આયોજિત વકફ નોલેજ ની બીજી આવૃત્તિ નું સુંદર રીતે અનાવણ કરવામાં આવ્યું

સુરત ખાતે વકફ સહાયક કમિટી સિધ્ધપુર આયોજિત વકફ નોલેજ ની બીજી આવૃત્તિ નું સુંદર રીતે અનાવણ કરવામાં આવ્યું 

સંવિધાન દિવસની યાદગાર ઉજવણી માટે વકફ સહાયકની બીજી આવૃત્તિના વિમોચનનું સફળ કાર્યક્રમ યોજાયું

વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવાર ના રોજ સુરત મુકામે સંવિધાન દિવસ ની યાદગાર નિમિત્તે વકફ ના કાયદાની સીધી સાદી અને સરળ સમજ આપતી માહિતી પુસ્તિકા વકફ સહાયક ની બીજી આવૃત્તિ નું વિમોચન કરી સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વકફ ના કાયદા અંગે લોકોને સીધી સાદી અને સરળ સમજ મળી રહે તે સારું વર્ષ ૨૦૨૦ માં વકફ સહાયકની પ્રથમ આવૃત્તિ પ્રકાશીત કરવામાં આવેલ હતી.

વકફના કાયદા અંગેના નિયમોમાં સુધારા વધારા આવતા વકફ સહાયકના લેખક અને સંકલનકર્તા ઉંમરદરાઝ ચશ્માવાલા દ્વારા વકફ સહાયકની બીજી આવૃત્તિ તૈયાર કરેલ છે. જેમાં વકફ અને જાહેર ટ્રસ્ટો માટેના કાયદાની વચ્ચેની સમાનતાઓ બાતાવવામાં આવેલ છે. અને વકફ બાબતની ઘણી બધી માહિતી આપવામાં આવેલ છે. આ માહિતી પુસ્તિકાથી સમાજના વકફ સાથે સંકળાયેલા લોકોને ઘણી બધી જાણકારી માળશે.

ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા આ પ્રસંગે જણાવેલ કે વકફ આસીસ્ટન્સ કમિટી દ્વારા ટુંક સમયમાં સમગ્ર રાજ્યમાં વકફ જગૃતી માટે એક ડ્રાઇવ ચલાવવામાં આવનાર છે. અને જુદા જુદા વિસ્તારોમાં વકફ કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમા સમારંભના અધ્યક્ષ તરીકે પીરે તરીકત સૂફી મેહબૂબ અલી ચિશ્તી બાવા સાહેબ દ્વારા પણ વકફ અંગે ખૂબ સરસ સમજ આપવામાં આવેલ, મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઈકબાલ ભાઈ સૈયદ સાહેબ હજ કમિટીના પ્રશ્નો બાબતે સમાજને સાથ સહકાર આપવાની લોકોને ખાતરી આપેલ, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના નવ નિયુક્ત સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મોહસીન લોખંડવાલા સાહેબે પણ વકફ આસીસ્ટન્સ કમિટીને ખાસ મુબારકબાદી પાઠવી વકફ બોર્ડના સભ્ય તરીકે ખાતરી આપેલ છે કે વકફ બોર્ડ તરફથી પણ આ કામમાં યોગ્ય સાથ સહકાર આપવામાં આવશે.

દારુલઉલુમ ફલાહે દારેન તડકેશ્વરના પ્રિન્સિપાલ જનાબ મુફ્તી નઝીર સાહેબ, શફી ભાઈ મુલાની, કાદર ભાઈ મેમણ કડી, ફારૂક ભાઈ મેમણ પત્રકાર ખેરાલુ, ઈમ્તિયાઝ ભાઈ અમરેલીવાલા વિગેરે તેમજ સામજના અન્ય જવાબદાર લોકો એ ધોધમાર વરસાદના વરસાદી વાતાવરણ હોવા છતાં ખાસ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની કોઈ કસર માં રહી જાય તે માટે હોટેલ સિટીઝનના માલિક અને સ્ટાફે ખડેપગે રહી કાર્યક્રમમાં આવનાર લોકોને ખૂબ સારી સેવા આપેલ હતી આ કાર્યક્રમમાં ભુજ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, અમદાવાદ અને પાલનપુર જેવા દૂરના વિસ્તારોમાંથી પણ સુરત આવી લોકો એ વકફ અંગે સમજ મેળવી અને કાર્યક્રમ નો લાભ લીધેલ.

આ કાર્યક્રમમાં દારૂલઉલુમ  અનવારે રઝા નવસારી તેમજ એકતા ટ્રસ્ટ સુરત ને વકફ આસીસ્ટન્સ  કમિટી દ્વારા મોમેંટો આપી તેમની સમાજ સેવા માટે તેઓને ખાસ સન્માનિત કરવામાં આવેલ છે. પ્રોગ્રામ ની આભાર વિધિ ફારૂક ભાઈ મેમણ પત્રકાર ખેરાલુ એ કરી હતી અને ત્યારબાદ સૌએ સુરૂચી ભોજન સાથે મળી લીધુ હતું - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain