કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણ માં સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી .

કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણ માં  સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી .

                

આજ રોજ  કેન્દ્રીય વિદ્યાલય દિનદયાળ પત્તન પ્રાધિકરણમાં સંવિધાન દિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની  શરૂઆત   કંડલા પોર્ટના ઉપાધ્યક્ષ  શ્રી નંદીશ શુકલા (IRTS)  સરે  દીપ પ્રજવલ્લન થી કરી હતી તેમજ સંવિધાન ની પ્રસ્તાવના લેવડાવી હતી . ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ  સંવિધાન દિવસ પર કવિતા ,ભાષણ તેમજ ગીત પ્રસ્તુત કાર્ય હતા .આ દિવસે કંડલા પોર્ટ ના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે  ભારતનું બંધારણ એ એક નિયમ પુસ્તક છે જે આપણા દેશને માર્ગદર્શન આપે છે અને  જણાવે છે કે વસ્તુઓ કેવી રીતે ન્યાયી અને સમાન રીતે કામ કરવી જોઈએ. તેને આપણી સરકારનો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે. આ ભારતીય બંધારણ 1949 માં બનાવવામાં આવ્યું હતું પરંતુ તેનું કાર્ય સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 ના રોજ શરૂ થયું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે તેમ જણાવ્યું હતું .આ કાર્યક્રમમાં  કંડલા પોર્ટ ના અધિકારીઓ ,આચાર્ય, શિક્ષકો  તેમજ શાળાના બાળકો જોડાયા હતા.





0/Post a Comment/Comments

Stay Conneted

Domain