ગાંધીજીને સુતરની આંટી અને માતૃભૂમિની પવિત્ર માટી વડે પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા-કચ્છ દ્વારા OPS તેમજ પડતર પ્રશ્નો બાબતે આંદોલનનો પ્રારંભ

ગાંધીજીને સુતરની આંટી અને માતૃભૂમિની  પવિત્ર માટી વડે પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા-કચ્છ દ્વારા OPS તેમજ પડતર પ્રશ્નો બાબતે આંદોલનનો પ્રારંભ.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તથા અગાઉના વર્ષોમાં સરકારશ્રી સાથે થયેલ સમાધાનમાં સ્વીકારવામાં આવેલ મુદ્દાઓના બાકી રહેલા ઠરાવો તાત્કાલિક ધોરણે થવા માટે તથા અન્ય પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ, ભારતીય મજદૂર સંઘ કચ્છ અને અન્ય સંગઠનોથી બનેલા સંયુક્ત મોરચા કચ્છ દ્વારા આપવામાં આવેલ તબક્કાવાર આંદોલન કાર્યક્રમનાં ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી માતૃભૂમિની માટીનું તિલક કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.કચ્છ, પ્રાથમિક શૈ. મહાસંઘ કચ્છ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી સંવર્ગ, HTAT સંવર્ગ તેમજ સંયુક્ત મોરચો કચ્છના તમામ સાથી સંગઠન મંડળો દ્વારા  વિવિધ કાર્યક્રમો આપવામાં આવેલ. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિક  સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની,મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, HTAT  સંવર્ગ અધ્યક્ષ ભરતભાઈ ભૂરીયા,કોલેજીયન સંવર્ગ સંયોજક ડો. મહેશભાઈ બારડ એ જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે શિક્ષક સહિત સર્વે કર્મચારીઓને આશ્વસ્ત કર્યાં હતા તેમજ જણાવેલ કે 2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો બાકી ઠરાવ તાત્કાલિક કરાવવા અને 2005 પછી ભરતી થયેલ કર્મચારીઓ માટે આ  સંગઠન લડત શરૂ રાખશે, જે અંતર્ગત આવતીકાલ થી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રી , સાંસદ સભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી , પાર્ટી પ્રમુખશ્રીને પોતાના લેટર પેડ પર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ , સંયુક્ત મોરચાના કાર્યકરો માતૃશક્તિને સાથે રાખી આવેદન પત્ર આપવા જશે જેના આધારે મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવશે તેમજ જરૂર પડી તો આગામી સમયમાં ગાંધીનગર કક્ષાએ વિવિધ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

આજના કાર્યક્રમમાં  મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, પવિત્ર માટીનું તિલક કરી, પવિત્ર માટીને હાથમાં લઇ અને આંદોલનને વેગ આપવા માટે પ્રતિજ્ઞા લીધેલ  તથા સુત્રાત્મક રેલીનું આયોજન કરેવામાં આવ્યું હતું.સાથે સાથે તમામ કર્મચારીઓએ ગાંધીજીને જન્મ જયંતી નિમિત્તે નિશ્ચિત કરેલ રૂટ મુજબ સફાઈ અભિયાન અને ખાદી ખરીદીનું રચનાત્મક કાર્ય કરેલ હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિધિ તાલુકા અધ્યક્ષ તરીકે અબડાસા લખધીરસિંહ જાડેજા, અંજાર નગર રઘુભાઈ વસોયા, ગાંધીધામ ભરતભાઇ ધરજીયા, ભચાઉ રવીન્દ્રભાઈ પટેલ , લખપત નાથાભાઈ ચૌધરી, માંડવી નિલેશભાઈ અબોટી સહિત કચ્છ જિલ્લાના શિક્ષક બંધુ, ભગીનીઓ તથા અન્ય વિભાગના સર્વે કર્મચારીઓએ બહોળી માત્રામાં હાજર રહી  કાર્યક્રમને દીપાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રભાઇ પરમાર, રાખીબેન રાઠોડ, કીતિઁભાઇ પરમાર, અમોલભાઈ ધોળકિયા, વિરેનસિંહ ધલ, ચેતનભાઇ લાખાણી સહિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગો, જિલ્લા કારોબારી તેમજ સર્વે તાલુકા કારોબારીઓએ જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા, પ્રતિજ્ઞા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ લેવડાવેલ હતી અને આભાર વિધિ સરકારી માધ્યમિક સંવર્ગ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain