કચ્છ પોલીસ હરકતમાં આવી ઉપરી અધિકારીઓ અને જિલ્લા વડા ની સુચના થી અંજાર પોલીસ એ કર્યું કોમબીગ શરૂ

કચ્છ પોલીસ હરકતમાં આવી ઉપરી અધિકારીઓ અને જિલ્લા વડા ની સુચના થી અંજાર પોલીસ એ કર્યું કોમબીગ શરૂ

અંજારમાં જુના કેશો માં ફરાર આરોપી અને વોન્ટેડ સહિત ના આરોપી ઓને પકડવા સહિત સઘન વાહન ચેકીંગ માટે ૧૩ ટીમો બનાવી ૧૨૦થી વધુ પોલીસ જવાનો અધતન સુવિધા સજ્જ સાધનો સાથે કોમબિગ માં જોડાયા

તારીખ 2/10/2023 ના રોજ કોમ્બિંગ નાઈટ હોય અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના 6:00 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું, દરમિયાન પૂર્વ કચ્છ  જિલા પોલીસના ત્રણ પી.આઇ, બાર પી.એસ.આઇ અને 125 પોલીસ કર્મચારીઓની અલગ અલગ કુલ 13 ટીમો બનાવી ને બોડી વોર્ન કેમેરા, લાઠી હેલ્મેટ અને ટોર્ચ જેવી સામગ્રી સાથે અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ  કરતા એમ.વી એક્ટ 207 મુજબ 69 વાહનો ડીટેઇન કરાયા અને 290 ઇસમો ઉપર કાર્યવાહી કરવામાં આવી.

અંજાર પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીઆઈ પીએસઆઇ સહિતના અધિકારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. આ કોમ્બિંગ  દરમિયાન ચોરીના ગુનાકામે નાસ્તા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, ગુનાકામે નાસ્તા ફરતા આરોપી, જીપી એક્ટ 135, એમ.વી એક્ટ 185,એમવી એક્ટ 279, એમ.વી એક્ટ 283, એમ.વી.એક્ટ 207, પ્રોહિબીશનના દાખલ કરેલા ગુના, એચએસ ની ચેકિંગ, મિલકત તેમજ સંબંધિત ગુના આચરેલ આરોપી,પ્રોહીબિશન બુટલેગરો, ભાડવાત ચેકિંગ,બી રોલની કામગીરી, શકમંદ ઈસમોની ચેકિંગ હાઇવે પર હોટલ/ઢાબા ચેકિંગ, જુગાર પર રેડ,જામીન ઉપર મુક્ત થયેલ આરોપીઓ, એટીએમ મશીન ચેકિંગ, બસ સ્ટેશન ચેકીંગ, રેલવે સ્ટેશન ચેકીંગ, પાર્કિંગ ચેકિંગ, ભાડે આપેલા મોટા ગોડાઉન ચેકિંગ, ભંગારના વાળાની ચેકિંગ, ટ્રાફિક એનસીકેસ, સીઆરપીસી 110,  સીઆરપીસી 107 ના કેસો, સ્પા ની ચેકિંગ, ફાર્મ હાઉસ તથા વાડીઓની ચેકિંગ, ખાનગી સિક્યુરિટીની ચેકિંગ,ગેસ્ટ હાઉસ ચેકિંગ અને બાગ બગીચા ચેક કરતા કુલ 290 ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain