મુંદરા મધ્યે સ્ત્રી સ્વાસ્થ્ય અવેરનેસ કાર્યક્રમ મિમ્સ હોસ્પિટલ અને જોગલ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યું

મુંદરા મધ્યે સ્ત્રી સ્વાસ્થ્ય અવેરનેસ કાર્યક્રમ મિમ્સ હોસ્પિટલ અને જોગલ હોસ્પિટલ દ્વારા યોજવામાં આવ્યું

મુંદરા ખાતે સમસ્ત મુંદરા તાલુકાના આશાવર્કર  બહેનો માટે સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃત અભિયાન કાર્યક્રમ નું આયોજન મિમ્સ હોસ્પિટલ અને જોગલ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. 

સ્ત્રી જાગૃતિ અભિયાન નું શુભારંભ મુંદરા બારોઈ નગરપાલિકા ના અધ્યક્ષા શ્રીમતી  રચનાબેન જોશી, શ્રીમતી છાયાબેન ગઢવી, શ્રીમતી નીલિમાબેન મહેતા, શ્રીમતી રંજનબેન ગોર ના કરકમળ  દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું 

નારીશક્તિ અને સ્ત્રી સશક્તિકરણ બાબતે  મુંદરા બારોઈ નગરપાલિકા ના અધ્યક્ષા શ્રીમતી  રચનાબેન જોશી, શ્રીમતી છાયાબેન ગઢવી ખુબ સુંદર માહિતી પૂરી પાડી આશાવર્કર બહેનો ને  સરકારશ્રી ની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા પહેલ માટે આગળ આવે એ માટે પ્રેરિત કર્યા હતા.

મીમ્સ હોસ્પિટલ ના ડો. કૌશિકભાઈ શાહ અને જોગલ હોસ્પિટલ ભુજ ના ડો. દેવેન જોગલ અને ડો. સુપ્રિયા બિરારીસ દ્વારા સૌ કાર્યક્રમમાં પધારેલા આશાવર્કર બહેનો ને સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ અવરનેસ અંગે નું  સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્ત્રી ના સ્વાસ્થ્ય ને લગતા તમામ પ્રકારની સમજ પૂરી પાડી હતી. 

મીમ્સ હોસ્પિટલ ના ડો. કૌશિકભાઈ શાહ દ્વારા આશા વર્કર બહેનો સાથે દર મહિને એક મિટિંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં આશાવર્કર બહેનો પાસે જે  સ્ત્રીઓ માં જે નવાં રોગો ના લક્ષણો જોવા મળતા હોય છે  એ માટે એ રોગોનું કંઈ રીતે નિવારણ કરી તેમની દવા કરી શકાય. એ માટે સમજ પૂરી પાડી હતી. અને સરકારશ્રી દ્વારા મેડિકલ ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડ માં ફ્રી સારવાર મળે છે તે માટે આશા વર્કર બહેનો ને પહેલા તો જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. જેથી લોકો ને ફ્રી માં મોટા મોટા ઓપરેશન થઇ શકે તેના પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યું હતું.

સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન રોટરી હોલ મુંદરા ખાતે યોજાયેલ જેમાં મુંદરા બારોઈ નગરપાલિકા ના અધ્યક્ષા શ્રીમતી  રચનાબેન જોશી, શ્રીમતી છાયાબેન ગઢવી, શ્રીમતી નીલિમાબેન મહેતા, શ્રીમતી રંજનબેન ગોર, પ્રિયંકાબેન  પ્રજાપતિ, મમતાબેન શાહ, હેતલબેન ઉમરાણીયા, તૃપ્તિબેન ગોર, નીમિતાબેન પાતારિયા, હિરલબેન ગુસાઈ, નજમાબેન ખોજા, ચાગબાઈ ફફલ, પૂજાબેન રાઠોડ, ગીતાબેન અય્યર, ડૉ. મંથનભાઈ ફફલ, હરિભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આવ્યું હતું.

મીમ્સ હોસ્પિટલ ના ડો. હર્ષદભાઈ ગોસ્વામી દ્વારા સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા  કરવામાં આવી અને કાર્યક્રમ નું સંચાલન હિરલબેન ગૂસાઈ દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain