કચ્છ પોલીસની આન બાન અને શાન એવા સ્ટાર ના સિમ્બોલ વાળા બક્કલ કચરામા પડેલા જોવા મળતા જ પોલિસ ની આબરૂ ઉપર ઉઠ્યા સવાલો

કચ્છ પોલીસની આન બાન અને શાન એવા સ્ટાર ના સિમ્બોલ વાળા બક્કલ કચરામા પડેલા જોવા મળતા જ પોલિસ ની આબરૂ ઉપર ઉઠ્યા સવાલો.

કચ્છ ની ખાખી વર્દી ની શોભા ખતરામાં કચરાના ઢગલામાં એક અને બે સ્ટાર ના લેબલો વાળા બક્કલ કોણે નાખ્યા તે તપાસ નો વિષય? આવુ કૂત્ય કરનાર પકડાય તો સત્ય શું છે ખબર પડે જોવાનુ રહ્યુ પોલિસના હાથમાં આવશે કે ગાયબ થઈ જશે પોલિસના સંકજામાં?

પોલિસ ની આ બેદરકારી ની તપાસ પણ પોલીસ કરશે તો હકીકત????

ભુજમાં મળી આવેલા તમામ સ્ટાર અસલી પોલીસ જવાન માટે ગૌરવનું પ્રતીક વર્દીના સ્ટાર કચરાના ઢગમાં મળ્યા કચ્છ જીલ્લામા આવેલ ભુજમાં ઍરપોર્ટ રોડ પર ખારી નદીના પુલિયા પાસે કચરામાં ખાખી વર્દીના જીપી (ગુજરાત પોલીસ) લખેલા વન અને ટુ સ્ટારવાળા ૧૪થી ૧૫ શૉલ્ડર બિનવારસી મળી આવ્યા હતા આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં પોલીસ બેઝ લઇ ગઈ હતી પરતુ સૂત્રોના મતે આ નકલી નહિ પણ અસલી બેઝ હોવાનું અને કદાચ કોઈ કર્મી નિવૃત્ત થયા બાદ ફેંકી દેવાયા હોય અથવા દરજીએ ફેંક્યા હોય તેવી શંકા છે.

અમુક બેઝની પાછળ પેનથી નામ લખેલાં છે તાજેતરમાં ભુજનો ગઠિયો દિલ્હીમાં નકલી પોલીસ બનીને ઝડપાયો હતો ત્યારે બિન વારસી બેઝ અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કચ્છમાંથી મળેલા પોલીસના શૉલ્ડર બેજને લઇને તપાસ કરાવીશું અને તેમાં જો કોઇ કસૂરવાર હશે તો તેની વિરુદ્ધ સખત પગલાં પણ લેવાશે એવી લોક માંગ ઉઠી રહી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain