પોલીસ મથકમાં નહિ સાંભળે તો ડાયરેક્ટ મને કોલ કરજાે : ગૃહમંત્રી

 પોલીસ મથકમાં નહિ સાંભળે તો ડાયરેક્ટ મને કોલ કરજાે : ગૃહમંત્રી

સુરતમાં સાયબર સંજીવની ૨.૦ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તથા ૭ હજાર શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. દીકરીઓને સોશિયલ મીડિયાના ઉપયોગનું જ્ઞાન આપો. કોલેજ બહાર શંકાસ્પદ ડ્રગ્સની પ્રવૃતિ અંગે પોલીસને મદદ કરો. દીકરીનો ફોટો મોર્ફ કરેલો આવે તો મજાક કરવાના બદલે મદદ કરો. મોર્ફ ફોટાથી કોઈ પણ દીકરીએ ડરવાની જરૂર નથી. પોલીસ મથકમાં નહિ સાંભળે તો ડાયરેક્ટ મને કોલ કરજાે. મજાક ઉડાવાને બદલે મદદ કરી પોલીસ મથકનો રસ્તો બતાવો. સરથાણા પોલીસ ચોકીમાં એક દીકરીની ઘટના સામે આવી છે. તેમાં દીકરીના મિત્રો તેને સમજવી ન શક્યા. સુરત અને ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત છે. ૭ હજાર શિક્ષક છે. તેમાં એક શિક્ષક હજાર વિદ્યાર્થીને સાયબર ક્રાઇમનું ભણાવે તો ૪૦ લાખ વિદ્યાર્થીને ભણાવે. સરથાણા પોલીસ ચોકીમાં એક દીકરીની ઘટના સામે આવી તેમાં તેના મિત્રો તેને સમજાવી ન શક્યા. જેમાં મૉર્ફ ફોટોથી કોઈ પણ દીકરીએ ડરવાની જરૂર નથી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain