કચ્છી માડુઓનુ અનેરૂ આયોજન અંજારના સત્તાપર ગામના ગોવર્ધન પર્વત પર

 કચ્છી માડુઓનુ અનેરૂ આયોજન અંજારના સત્તાપર ગામના ગોવર્ધન પર્વત પર

કચ્છ ના અંજાર તાલુકાના ગામડાઓમાં પણ મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના

જન્માષ્ટમી પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સચ્ચિદાનંદ સંપ્રદાયમાં જન્માષ્ટમીને લઈને ઉત્સાહ પ્રસરી રહ્યો છે. અંજાર તાલુકાના સતાપર ખાતે ગોવર્ધન પર્વત પર શુક્રવારે હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા ૨૦ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. મહંત ત્રિકમદાસજી મહારાજના જણવ્યા પ્રમાણે ગોવર્ધન પર્વત ખાતે શુક્રવારે સવારે ગામે ગામથી ભાવિકો આવશે. જેઓની ઉપસ્થિતિ વચ્ચે નંદ મહોત્સવ ઉજવાશે. મહંત ત્રિકમદાસજી મહારાજના જણવ્યા પ્રમાણે ગોવર્ધન પર્વત ખાતે શુક્રવારે સવારે ગામે ગામથી ભાવિકો આવશે. જેઓની ઉપસ્થિતિ વચ્ચે નંદ મહોત્સવ ઉજવાશે. પર્વતની ફરતે જુદીજુદી નવ મટકીઓ રાખવામાં આવશે. રથ પર્વતની પ્રદક્ષિણા ફરશે. મટકીફોડના આયોજનને સફળ બનાવવા માટે મંડળીઓ સજ્જ બની રહી છે. તેમજ ગોવર્ધન પર્વત પહોંચવા રસિક સમાજના ભાવિકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જુદી નવ મટકીઓ રાખવામાં આવશે. રથ પર્વતની પ્રદક્ષિણા ફરશે. મટકી ફોડના આયોજનને સફળ બનાવવા માટે મંડળીઓ સજ્જ બની રહી છે. તેમજ ગોવર્ધન પર્વત પહોંચવા રસિક સમાજના ભાવિકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે - રીપોર્ટ બાય - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain