રહસ્ય અકબંધઃગોંડલમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર

 રહસ્ય અકબંધઃગોંડલમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર

રાજકોટના ગોંડલમાં એક મહિલા પોલીસ કોંસ્ટેબલે ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસ કોંસ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફિલો પહોંચી ગયો. 

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે. તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે. તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અગમ્ય કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે.

મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain