રૂ.૬,૨૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ખેલૈયાઓને જુગારની ક્લબમાં રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

 રૂ.૬,૨૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ખેલૈયાઓને જુગારની ક્લબમાં રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

 જે.આર. મોથાલીયા  મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા  એમ.પી.ચૌધરી  નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બંદિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઇ જે અન્વયે શ્રી સાહિત્યા વિ. સાહેબ પ્રો.એ.એસ.પી તથા શ્રી એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સપેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિ / જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મેઘપર બોરીચીમાં આવેલ અરીહંતનગર સોસાયટીમાં મ.ન.૧૯૬ માં સુરેશ ધીરજલાલ સદાણી વાળો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ક્લબ ચલાવે છે તેવી ચોકકસ હકીકત આધારે અંજાર પોલીસે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ જગ્યાએ જુગારની ક્લબમાંથી જુગાર રમતાં આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :- (૧) સુરેશભાઈ ધીરજભાઈ સદાણી ઉ.વ.૪૭ રહે મ.ન.૧૯૬ અરીહંતનગર મેઘપર બોરીચી તા.અંજાર (૨) વિનોદભાઈ સુંદરલાલ બંસલ ઉ.વ.૪૪ રહે.વિલા ન.૧૯૬ શ્રીજીવિલા મેઘપર બોરીચી તા.અંજાર (૩) મોહનભાઈ મુળજીભાઈ વાઘેલા ઉ.વ.૪૧ રહે શાંતિધામ-૦૩ મ.ન.૬૨ વરસામેડી તા.અંજાર (૪)મોહનભાઈ સુંદરલાલ બંસલ ઉ.વ.૩૬ રહે.મ.ન.૨૫૫ સ્વયમ સોસાયટી મેઘપર બોરીચી તા.અંજાર (૫) રાજેશ બાબુલાલ ઠક્કર ઉ.વ.૪૫ રહે.પ્લોટ ન.૧૬૦ ૪બી આદિપુર તા.ગાંધીધામ (૬) શક્તિસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૩ રહે મ.ન.૧૨૪ બાગેશ્રીનગર ૧ વરસામેડી તા.અંજાર (૭) હરેશ ચંદ્રપ્રકાશ ટેકવાણી ઉ.વ.૩૪ રહે પ્લોટ ન.૫૩ મંગલેશ્વરની પાછળ વિજયનગર સોસાયટી મેઘપર બોરીચી તા.અંજાર (૮) વનરાજસિંહ નટુભા જાડેજા ઉ.વ.૨૮ રહે પ્લોટ ન.૧૦ શાંતિધામ ૦૨ વરસામેડી તા.અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) રોકડા - રૂ.૨,૩૮, ૮૦૦/- (૨) મો.ફોન નંગ-૦૮ - કિ.રૂ.૪૦, ૦૦૦/- (૩) ફોરવ્હીલ ગાડી નંગ-૦૧ - કિ.રૂ.૩, ૫૦, ૦૦૦/- (૪) લાઈટબીલ નંગ-૦૧ - કિ.રૂ.૦૦/- (૫) ગંજીપાના નંગ-૫૨ - કિ.રૂ.૦૦/- કુલ્લે મુદ્દામાલ - કિ.રૂ.૬, ૨૮, ૮૦૦/-

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.પી સાહિત્યા વિ.  તથા પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain