જૂનાગઢના તબીબે કર્યુ ઉમદા માનવતાનું પ્રદર્શન માનવતા

જૂનાગઢના તબીબે કર્યુ ઉમદા માનવતાનું પ્રદર્શન માનવતા

ગાઠના રૂપિયા ખર્ચી હોસ્ટેલમાં રહેતા કિશોરને પેરાલિસિસનો હુમલો આવતા તબીબે ક્ષણભરની જોયા વગર હજારો રૂપિયાનું ઇન્જેક્શન આપી નવું જીવન આપ્યું       

પિતા ડ્રાઇવર હોય તાત્કાલિક હજારો રૂપિયા ભેગા કરવા મુશ્કેલ હતા, પરંતુ ડો.ચિંતન યાદવે માનવતા દાખવી સારવાર આપી

       

જૂનાગઢની એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 14 વર્ષના કિશોરને અચાનક પેરાલિસિસનો હુમલો આવતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે પરિસ્થિતિ પારખી સમયની ગંભીરતાને સમજીને ક્ષણભરની રાહ જોયા વગર હજારો રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન આપી કિશોરને નવું જીવનદાન આપ્યું હતું  પરિસ્થિતિના પારખી માનવ જીવનને મહત્વ આપનાર આ તબિયતની સેવાથી પરિવારની આંખમાં હરખના  આશુ છલકાયા હતા અને પરિવાર દ્વારા તબિબ માટે ગદગદિત થઈ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર  જૂનાગઢના ગડુ શેરબાગ ખાતે રહેતા રાજેશભાઈ ભુવા પ્રાઇવેટ ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવે છે તેમણે તેમના પુત્ર કીર્તન (ઉં.વ.14) ને અભ્યાસ માટે જૂનાગઢની જ્ઞાન ભારતી શૈક્ષણિક સંકુલમાં મુક્યો હતો. જ્યાં તેમને મધરાતે પેરાલિસિસનો હુમલો આવતા  તાત્કાલિક સારવાર માટે શહેરની ખાનગી આસ્થા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ફરજ પરના ડો.ચિંતન યાદવે જોયું તો કીર્તનને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેમાં જીબ અને જમણી બાજુનો હાથ-પગ હલતા બંધ થઈ ગયા હતા. આથી તાત્કાલિક હજારો રૂપિયાનું ટેનેકટેપ્લેઝ નામનું ઇન્જેક્શન આપવું પડે તેમ હતું, પરંતુ કીર્તનને લઈને આવેલા તેમના હોસ્ટેલના શિક્ષક પણ મૂંઝાયા હતા કે તેમના પિતાને જાણ કર્યા વગર કેમ હા પાડવી પિતા પણ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા હોય જેના કારણે તાત્કાલિક હજારો રૂપિયા ભેગા કરવા મુશ્કેલ હતા. પરંતુ આ તમામ બાબતોને નજર અંદાજ કરી માનવતાની રૂએ ડો.ચિંતન યાદવએ જ પોતાની રીતે એક પણ ક્ષણની રાહ જોયા વગર ઇન્જેક્શન આપી દીધું હતું અને તાત્કાલિક આઈસીયુમાં સારવાર આપવામાં આવી અને કીર્તને પાંચ દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો ડો.ચિંતન યાદવે માનવતા ન દાખવી હોત તો અને રૂપિયા અંગેની રાહ જોય હોત તો આજે કીર્તનું જમણું અંગ ખોટું થઈ ગયું હોત અને આજીવન બોલવાનું બંધ થઈ જાત. ડો.ચિંતન યાદવની માનવતાના કારણે આજે કીર્તન સંપૂર્ણ સ્વસ્થ થતા તેમના પિતા રાજેશભાઈએ આસ્થા હોસ્પિટલના ડોક્ટર ચિંતન યાદવ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં એવી ચર્ચા થતી હોય છે કે ડોક્ટરોમાં માનવતા હોતી નથી અને માત્ર રૂપિયા જ કમાતા હોય છે, એવા પણ ડોક્ટરો જોયા છે કે જે પહેલા રૂપિયા મુકાવે બાદમાં સારવાર આપે પરંતુ જૂનાગઢના ડો.ચિંતન યાદવે  માનવ જીવનના મહત્વ આપી પોતાના ગાંઠના પૈસે આ કિશોર પોતાના પરિવારનો સભ્ય હોય તે રીતે તેને તમામ પ્રકારની જરૂરી સારવાર આપી એક માનવ જીવન બચાવી ઉમદા માનવતાનું પ્રદર્શન કર્યું હતું આ વાત સોશિયલ મિડિયામાં વાઈરલ થતા જૂનાગઢની તબીબી આલમના નામાંકિત તબીબોએ પણ આ તબિયત માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

આધુનિક લાઇફ સ્ટાઇલ, મેદસ્વિતા તથા ખાનપાનના લીધે હૃદય રોગ તથા પેરાલિસિસ હવે નાની ઉંમરે પણ વધતા જાય છે - ડો.ચિંતન યાદવ ડો.ચિંતન યાદવે જણાવ્યું હતું કે, નાની ઉંમરે પેરાલિસીસનો હુમલો આવવો એ ખૂબ જ જવલ્લે જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં આધુનિક લાઇફ સ્ટાઇલ, મેદસ્વિતા તથા ખાનપાનના લીધે હૃદય રોગ તથા પેરાલિસિસ હવે નાની ઉંમરે પણ વધતા જાય છે. તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તેમને કાયમી ખોટા ખાપણ માંથી બચાવી શકાય છે. જો કોઈ પણ દર્દીને પેરાલીસના હૃદય રોગના લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ નો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને સારવાર કરી કાયમી ખોડખાપણ અથવા તો મૃત્યુથી બચી શકાય - શૈલેષ પટેલ. જૂનાગઢ 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain