શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં કરોડો રૂપિયાનું ગોલ્ડ પકડાતા થયા મોટા ખુલાસા

શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં કરોડો રૂપિયાનું ગોલ્ડ પકડાતા થયા મોટા ખુલાસા

શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં કરોડો રૂપિયાનું ગોલ્ડ પકડાતા મોટા ખુલાસા થયા છે. જેમાં સુરત એરપોર્ટ પર DRI એ 48 કિલો ગોલ્ડ પકડી પાડ્યું છે. તેમાં દાણચોરીના ઈરાદે 5 બ્લેક બેલ્ટમાં સોનું છુપાવ્યુ હતું

તેમજ ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનું છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શારજહાંથી સોનુ લાવવામાં આવી રહ્યું હતુ.શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં દર અઠવાડિયે કરોડો રૂપિયાનું સોનું પકડાય છે. ત્યારે ડીઆરઆઇ વિભાગને મોટી સફળતા મળી છે. જેમાં હાલમાં સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં રાંદેરના ચાર યુવાનો 25.26 કરોડની કિંમતનું 48.20 કિલો સોનું લિક્વિડ ફોર્મમાં લઈને આવતા હોવાની વિગતો મળી હતી. આ મામલે સુરત અને અમદાવાદ ડી.આર.આઇ વિભાગને મળતા ડી.આર.આઈ વિભાગના અધિકારીઓએ આવેલા ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી આ જથ્થો મળી આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

મુંબઈ અને અમદાવાદમાં ડી.આર.આઈ વિભાગનું ચેકિંગ વધી જતા હવે દાણચોરોએ સુરત એરપોર્ટ પર નવી જ રીતની શરૂઆત કરી છે.2019માં સુરતથી શાહજહાં માટેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એટલે કે, અઠવાડિયામાં એક વખત શાહજાહથી સુરત ફ્લાઇટ આવતી હોય છે. આ ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં સોનાની દાણચોરી કરતા હોવાની વિગતના આધારે સતત ચેકિંગ કરવામાં આવે છે. સુરત અને અમદાવાદ ડીઆરઆઈ વિભાગના હકીકત મળી હતી કે, કેટલાક કિસ્સામાં ચોરીનું સોનુ લઈને આવતા હોય છે. ત્યારે આ બાબતે તપાસ કરતા સુરત ડી આર આઈ વિભાગે રાંદેર વિસ્તારના ચાર ઈસમો આવ્યા હતા. ત્યારે તેમનો સામાન ચેક કરતા આરોગ્યના હિલ બેગ સ્કેન કરતાં તે પહેલા પકડી લેવામાં આવ્યા હતા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain