કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીર મુંબઈથી ઝડપાયો

 કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીર મુંબઈથી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચને ફરી એક મોટી સફળતા મળી છે. કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભુપત આહીર 35 થી પણ વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. લૂંટ વિથ મર્ડરના ગુનાના આ આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીર મુંબઈથી ઝડપાયો35 થી પણ વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ આરોપી ભુપત આહીરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.લૂંટ વિથ મર્ડરના ગુનાના આ આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળમાં આરોપી પોતાની ધરપકડ અટકાવવા માટે પોલીસ ઉપર ફાયરિંગ પણ કરી ચૂક્યો છે. જેથી આ વખતે પોલીસે ખાસ તકેદારી રાખીને આરોપીની ધરપકડ કરી હતી.

તારીખ 13 સપ્ટેમ્બર 2022 ના રોજ વરાછા વિસ્તારમાં પ્રવીણભાઈ નકુમની હીરાની ઓફિસે અજાણ્યા લોકો આવી ગયા હતા. વેપારીના બંને હાથ પટ્ટા વડે બાંધી અને માથાના ભાગે હીરા તોડવાના સીસાનો લંબચોરસ ભાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપી પૈકી ગિરીશ મૃત્યુ પામનાર પ્રવીણ નકુમના ઓફિસ નજીક જ હીરાની ઓફિસ ધરાવે છે. 

છેલ્લા નવ માસથી હીરાની લેતી દેતી તેની સાથે કરી રહ્યો હતો. તેણે લૂંટનું પ્લાનિંગ બનાવી તેની માહિતી પોતાના સાગરીત ભુપત આહીરને આપી હતી.આરોપી 12 વર્ષની ઉંમરથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સૌ પ્રથમવાર નાની ઉંમરમાં જ તેને પાન-માવાનો ગલ્લો તોડીને ચોરી કરી હતી. ચાર દિવસ સુધી ગુપ્ત ઓપરેશન કરી આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આજ દિન સુધી એની ઉપર 35 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2022માં હીરાના વેપારી પ્રવીણભાઈ નકુમની હત્યા કેસમાં આરોપીની શોધખોળ પોલીસ કરી રહી હતી. આખરે તેની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છેભુપત આહીરે આશિષ ગાજીપુરા સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો. બંને લૂંટ કરી ત્યાંથી નાસી ગયા હતા.

 આ ઘટનામાં માથાભારે મુખ્ય સૂત્રધાર આરોપી ભુપત આહીરની શોધખોળ પોલીસ કરી રહી હતી. ભુપત આહીર પર ધાડ, લૂંટ, ચોરી, અપહરણ, આર્મ્સ એક્ટ, મારામારી, ધમકી, ખંડણી જેવા ગંભીર કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભુપત આહીર જેલમાં રહીને પણ પોતાના સાગરીતોને સૂચન આપતો હતો. આમ તે બહાર ગુનાહિત ઘટનાઓને અંજામ અપાવતો હતો. આરોપી હત્યા અને લૂંટ કેસ માટે વોન્ટેડ હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain