રાપર તાલુકા મા વહિવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા મા આશ્રય માટે સેલ્ટરહોમ અને ફ્રુટ પેકેટ માટે સજજ

 રાપર તાલુકા મા વહિવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા મા આશ્રય માટે સેલ્ટરહોમ અને ફ્રુટ પેકેટ માટે સજજ

રાપર આગામી અડતાલીસ કલાકમાં કચ્છ ના દરીયાઇ પટ્ટી પર બિપરજોય વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા લોકો ને વાવાઝોડા મા કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર અમિત અરોરા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી ચીફ ઓફિસર નવઘણભાઈ કડ પીએસઆઇ જી બી માજીરાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી  નાયબ મામલતદાર એચ બી વાઘેલા મયુર ભાઈ પટેલ તાલુકા બીઆરસી અશોક ચૌધરી દિનેશ ભાઈ સોલંકી મહેશ સુથાર સહિત ના મહેસુલ નગરપાલિકા પોલીસ તથા અન્ય લાગતા વળગતા તંત્ર તથા સામાજિક સંસ્થાઓ અને સંગઠનના સહકાર થી અસરગ્રસ્ત લોકો માટે ફ્રુટ પેકેટ બનાવવા ની તૈયારી આરંભી દીધી છે તો રાપર શહેર મા તેર પ્રાથમિક શાળા અને દશ જેટલી જુદા જુદા સમાજ ની સમાજવાડી ખાતે સેલ્ટરહોમ બનાવવા માટે ની તૈયારી આરંભી દીધી છે 

તદ્ઉપરાંત રાપર તાલુકાની 291 પ્રાથમિક શાળા તથા મોડર્ન સ્કૂલ ખાતે સેલ્ટરહોમ બનાવવા ની તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જે માટે તાલુકા ના 1315 શિક્ષકો ને જવાબદારી આપવામાં આવી છે તો રાપર બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૃમ ની શરુઆત કરી દેવામાં આવી છે આ અંગે રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી એ જણાવ્યું હતું કે રાપર શહેરમાં નીચાણવાળા વિસ્તાર તથા કાચા મકાનો મા રહેતા લોકો માટે સેલ્ટરહોમ મા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો તાલુકા ના જે ગામો એ જરુર પડશે તે મુજબ સેલ્ટરહોમ શરૂ કરવા ની તૈયારી કરી લીધી છે 

તો રાપર તાલુકા મા કોઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી તથા રાપર પોલીસ બાલાસર આડેસર ગાગોદર ખડીર સહિત ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે તો અસરગ્રસ્ત લોકો માટે ફુટ પેકેટ બનાવવા માટે જુદા જુદા સંગઠન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે આજે રાપર શહેર ના સેલ્ટરહોમ ની મુલાકાત સમયે રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી લાલજી કારોત્રા સહિત ના પદાધિકારીઓએ અને સામાજિક સંસ્થાઓ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain