જૂનાગઢ છેલ્લા એક વર્ષમાં 2.15 કરોડથી વધુના ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોનાં જથ્થા સાથે 30 ઝડપાયા

 જૂનાગઢ છેલ્લા એક વર્ષમાં 2.15 કરોડથી વધુના ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોનાં જથ્થા સાથે 30 ઝડપાયા

ગેરકાયદેસર ડ્રગ્સ માફીયાઓની પ્રવૃત્તિ ડામી દેવા પોલીસ મક્કમ

જૂનાગઢ વિશ્વ નશા સેવન વિરોધી દિવસ અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પોલીસને કામગીરી ઉત્કૃષ્ટ રહી છે એક વર્ષ દરમિયાન જિલ્લામાંથી પોલીસે 2.15 કરોડથી વધુ ડ્રગ્સ સહિત નશીલા પદાર્થ સાથે 30 શખ્સોની ધરપકડ કરી છે.દર વર્ષ 26 જૂન ડ્રગ દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે.

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા નાં માર્ગદર્શન અને સૂચના મુજબ સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાને નશા મુક્ત બનાવવા, યુવા પેઢીને નશાની બદીથી દુર કરવા અને આવી ગેરકાયેદસર પ્રવૃત્તિઓ કરતા તત્વોને કડક હાથે ડામી દેવા એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલ અને તેમની ટીમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

સાથે વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં વર્ષમાં એસઓજી, જૂનાગઢ અને અન્ય પોલીસ ટીમો દ્વારા 2,15,80,554નો ગાંજો ચરસ અને મેફેડ્રોન ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને 30 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ અને એનડીપીએસ એક્ટ મુજબ 14 ગુના દાખલ કરવામાં આવેલ હતા. આમ પોલીસ દ્વારા નિયમીત પણે કાર્યવાહી શરૂ રાખવામાં આવનાર હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain