નિવૃત્ત થતાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીની સેવાઓને બિરદાવી શિક્ષક સમાજ દ્વારા સન્માન કરાયું

 નિવૃત્ત થતાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીની  સેવાઓને બિરદાવી શિક્ષક સમાજ દ્વારા સન્માન કરાયું

કચ્છના લોકોનો પ્રેમ, મીઠાસ અને લાગણી ક્યારેય નહીં ભૂલાય :  શ્રી પ્રજાપતિ

૧.મે. રિપબ્લિક ઈન્ડિયા ન્યુઝ - ભુજ કચ્છ :- કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજ દ્વારા કચ્છ જિલ્લામાં પોણા ત્રણ વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી. પ્રજાપતિના વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રા.શિક્ષક સમાજ, જિલ્લા પંચાયત કચેરી શિક્ષણ શાખા, સર્વ શિક્ષા અભિયાન તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સયુંકત ઉપક્રમે રેયાણ રિસોર્ટ,ભુજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે સંકળાયેલા જિલ્લા, તાલુકા સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કારકુનો, શિક્ષકો, સેવકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારાના પ્રમુખ સ્થાને તથા નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિનું શાલ, પાઘડી,સ્મૃતિ ચિન્હ, ગોદડી, તલવાર વગેરે દ્વારા  અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓએ તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી તેમના તંદુરસ્ત દીર્ઘાયુષ્ય માટે કામનાઓ કરી હતી. સન્માનના પ્રતિભાવમાં શ્રી પ્રજાપતિ સાહેબે પણ સૌનો આભાર માની કચ્છના લોકોનો પ્રેમ ક્યારે પણ નહીં ભૂલાય એમ જણાવી ભવિષ્યમાં કોઈ પણ કામ માટે પોતાના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે એવું જણાવી સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો. પ્રારંભમાં જિલ્લા સંઘના મહામંત્રી કેરણા ભાઈ આહિરે સૌને આવકાર્યા હતા. આયોજક પ્રમુખ નયનસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ તકે જિલ્લા શિક્ષણ સમિતિના કોપ્ટ સભ્ય કિરીટસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સર્વે શ્રી કમલેશ ખટારિયા, ઉમેશ રૂઘાણી, સામત વસરા, શિક્ષક સંઘના હોદ્દેદારો હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા,હરદેવસિંહ જાડેજા, સર્વ. શિક્ષા અભિયાન કચેરીના સુનીલ ઠક્કર, બીના ગજ્જર, જશ્મિકાબેન, શિક્ષણ શાખાના નિર્મળસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, નારણભાઈ વસાવા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન મુનશીએ જ્યારે આભાર વિધિ જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. આયોજનને સફળ બનવવા તાલુકા ઘટક સંઘોના પ્રમુખો રામુભા જાડેજા, મનહરસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા, શામજીભાઈ આહિર,  જીગ્નેશભાઈ પટેલ, રોહિતસિંહ કટારીયા, હિમાંશુ સીજુ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain