માંડવીના નાની વિરાણીમાં ફાયરીંગની ઘટના કાર લહીને આવેલા શખ્સોએ કર્યો ફાયરિંગ

 માંડવીના નાની વિરાણીમાં ફાયરીંગની ઘટના કાર લહીને આવેલા શખ્સોએ કર્યો ફાયરિંગ

ફિલ્મીઢબે પોલીસે પીછો કરીને કાર અને શખ્સોને કોડાય પુલ પાસે ઝડપી પાડ્યા

નાણાંકીય લેતીદેતી માટે ગામમાં આવેલા શખ્સોએ કર્યો ફાયરિંગ: સ્થાનિકો

ગઢશીશાઃ નાની વિરાણીમાં પઠાણી ઊઘરાણી કરવા આવેલાં ૪ જણનું ટોળાં પર ફાયરીંગ

ગઢશીશાઃ ગઢશીશા નજીક નાની વિરાણી ગામે નાણાંની ઊઘરાણી કરવા આવેલાં ચાર શખ્સોએ ટોળાં પર એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. ઘટના અંગે જાણ થતાં ગઢશીશા પોલીસે કારમાં નાસી રહેલાં ચારે જણને ઝડપી પાડ્યાં છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ નાની વિરાણી ગામે રહેતાં જીતેન્દ્ર ઊર્ફે જીતુ ભવાનજી ભગતે આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં મેળવ્યાં હતા.

નાણાંની ઉઘરાણી કરવા ચાર આરોપીઓ આજે સાંજે તેના ઘેર આવ્યાં હતાં. પરંતુ, જીતુ ઘરે હાજર મળ્યો નહોતો.

નાણાંની પઠાણી ઊઘરાણી કરવા જતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉશ્કેરાટ ફેલાયો હતો. ચારે જણ ટોળાંને જોઈ કારમાં નાસવા માંડ્યાં હતા. જતાં જતાં એક જણે કારનો દરવાજો ખોલી ટોળાં પર એક રાઉન્ડ ફાયર કર્યો હતો. પરંતુ, નસીબજોગે કોઈને ગોળી વાગી નહોતી.

બનાવ અંગે પોલીસને જાણ થતાં પીએસઆઈ વસાવા સહિતની ટીમે દોડધામ કરી કારમાં નાસી રહેલાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલાં શખ્સોમાં ત્રણ લાકડીયાના અને એક જણો શિવલખાનો છે. લાકડીયાના ત્રિપુટી પૈકી જણો મુંબઈમાં સ્થાયી થયેલો છે. પ્રાથમિક તપાસમાં જીતુએ પોલીસને જણાવ્યું કે તેને ૧૪ લાખ રૂપિયા આપવાના બાકી નીકળે છે પરંતુ આરોપીઓ ૨૯ લાખ રૂપિયા માંગે છે. હાલ ગઢશીશા પોલીસ મથકે વિધિવત્ ફોજદારી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain