માણસરાના અનોડીયા નજીક નદીમાં ગેરકાયદે ખનન કરતા 20 વાહનો જપ્ત કરવામાં આવ્યા

 માણસરાના અનોડીયા નજીક નદીમાં ગેરકાયદે ખનન કરતા 20 વાહનો જપ્ત કરવામાં આવ્યા

આજ રોજ માણસરાના અનોડીયા નજીક નદીમાં ગેરકાયદે ખનન કરતા 20 વાહનો જપ્ત કરવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીને લૂંટવામાં રેતીમાફિયાઓએ કોઇ કસર રાખી નથી. માણસાના અનોડિયામાં ગ્રામજનોની વારંવારની રજુઆતને પગલે કલેક્ટરની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રેતીમાફિયા દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાનું જણાવી આવતા ૧૮ ટ્રક અને બે હિટાચી મશીન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યનું પાટનગર હોવા છતા ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં બેફામ અને બેરોકટોક રેતીચોરી થઇ રહી છે. ભુસ્તર તંત્ર પણ જાણે હપ્તાના જોરે આંખે પાટા બાંધીને નિંદ્રાધીન હોય તે રીતે કોઇ કાર્યવાહી કરતું નથી જેના પરિણામે રેતીમાફિયાઓને ડર દૂર થઇ ગયો છે. થોડા દિવસ પહેલા ભુસ્તર તંત્રના ઇન્સ્પેક્ટર ઉપર પણ રેતીચોરોએ હૂમલો કર્યો હતો જો કે, ભેદીરીતે આ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આવી સ્થિતિમાં ગેરકાયદે ખનન કરતા તત્વોનો આતંક વધી રહ્યો છે જેના કારણે જિલ્લાની કરોડોની રેતી લુંટાઇ રહી છે એટલુ જ નહીં, નદી કિનારાના ગામોમાંથી રેતીભરેલા ટ્રકો નિકળતા હોય છે જેના કારણે આ ગ્રામજનોની શાંતિ પણ હણાઇ ગઇ છે. આ અંગે ભુસ્તર તંત્રને વારંવાર રજુઆતો કરીને ગ્રામજનો થાક્યા હોવા છતા કોઇ પરિણામ મળ્યું ન હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain