અબડાસાના નલિયા ખાતે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા લોક દરબાર યોજાયો, લોકોએ ટ્રાફિક સલામતીના મુદ્દા રજૂ કર્યા

 અબડાસાના નલિયા ખાતે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા લોક દરબાર યોજાયો, લોકોએ ટ્રાફિક સલામતીના મુદ્દા રજૂ કર્યા

દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા જિલ્લાના અબડાસા તાલુકાના લોકો સાથે સલામતી અંતર્ગત ગઈકાલે ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામોમાં લોક સંવાદ કર્યા બાદપશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘએ નલિયા ખાતે લોક દરબાર યોજી પ્રજાને પજવતા પ્રશ્નો જાણ્યા હતા. નલિયા પોલીસ મથકે ખાતે યોજાયેલા લોક દરબારમાં ઉપસ્થિત અગ્રણીઓએ ખાસ તો મુખ્ય મથકે CCTV કેમરાની સુવિધા વિકસાવવાની માગ સાથે ટ્રાફિક સંલગ્ન પ્રશ્નો રજૂ કર્યા હતા. પોલીસ વડાએ સમસ્યાના સમાધાન માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવી ખાતરી લોકોને આપી હતી. મોટી સંખ્યમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આજે સવારે 11 વાગ્યે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગામના વેપારીઓ, અગ્રજીઓ વગેરે હાજર રહી મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં ખાસ કરીને બસ સ્ટેશન અને ગ્રામ પંચાયત કચેરી વિસ્તારમાં થતા આડેધડ પાર્કિંગના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, તેના નિવારણ માટે નિયમિત ટ્રાફિક ક્લિયરિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવા અને ગામમાં ચોરી જેવા બનાવોને અટકાવવા સલામતીના ભાગરૂપે CCTV કેમરાની સુવિધા વિકસાવવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. સરપંચ રામજી કોલી, વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, અગ્રણી લિયાક્ત આગરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગના DySP ડિબી ભાગોરા, જખૌ પીઆઇ ડીએસ ઇશરાની, નલિયા પીઆઇ વિક્રમ ઉલવા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આયોજન વ્યવસ્થા નલિયા પોલીસ સ્ટાફ સવાર સંભાળવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરીએ તો ગઈકાલે તાલુકાના મોથાળા, તેરા, બીટ્ટટા વગેરે ગામની મુલાકાત લઈ એસપી દ્વારા લોક સંવાદ કરવામાં આવ્યો હતો - સ્ટોરી  - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain