સિવિલમાં ફરતા રોમિયો સામે કાર્યવાહી કરાય તેવી નર્સો દ્વારા માંગ

 સિવિલમાં ફરતા રોમિયો સામે કાર્યવાહી કરાય તેવી નર્સો દ્વારા માંગ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સોને કેટલાક સમયથી પરેશાન કરવામાં આવી રહી છે. સિવિલમાં આંટાફેરા કરવા આવતો રોમિયો નર્સના મોબાઇલ નંબર મેળવીને તેની સાથે સબંધ બનાવવા ફોન ઉપર જણાવતો હતો. આ અંગે સિવિલમાં નોકરી કરતી રોમિયોની સાળીનુ પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. સિવિલમાં ફરતા રોમિયો સામે કાર્યવાહી કરાય તેવી નર્સો દ્વારા માંગ કરાઈ છે.

સિવિલમાં ફરજ બજાવતા નર્સનો બનેવી અગાઉ સિવિલમાં છુટક રીતે મેડીકલનો માલ સપ્લાય કરતો હતો. જેથી સિવિલમાં અવાર નવાર આવન જાવન રહેતુ હતુ. તે ઉપરાંત તેની સાળીને મુકવા માટે પણ આવતો હતો. આ દરમિયાન સિવિલમાં નોકરી કરતી નર્સને તેને નજરમાં રાખવાનુ શરુ કર્યુ હતુ અને કોઇ પણ રીતે નર્સનો નંબર મેળવી તેની સાથે વાતો કરીને પોતાનામનની મેલી મુરાદ જણાવતો હતો. રોમિયોના ત્રાસથી સિવિલની નર્સ પરેશાન થઇ ગઇ હતી.

એક પછી એક કરીને વારંવાર ફોન કરતા નર્સ માનસિક ત્રાહિમામ પોકારી ગઇ હતી. જેથી નર્સ દ્વારા આ બાબતે નર્સિગ સુપ્રિટેન્ડેન્ટને જાણ કરતા તેમને રોમિયોની સાળીને બોલાવી હતી અને તેની સામે લાલ આંખ કરતા ચિમકી આપી હતી. છતા રોમિયો દ્વારા મહિલા નર્સને ફોન કરવામાં આવી રહ્યા છે.રોમિયોના ત્રાસની જાણ સમગ્ર સિવિલમાં લોકોને છે, છતા સિવિલ સત્તાધિશો પણ તેની સામે એક્શન લેવામાં વામણા પુરવાઇ થઇ રહ્યા છે. આ બાબતે રોમિયોની સાળીને કડક શબ્દોમાં કહેવામાં આવ્યુ છેકે, જો તેનો બનેવી તેની હરકતો બંધ નહી કરે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે, જોકે, અગાઉની હરકતો સામે પણ કોઇ પોલીસ ફરિયાદ કરાઈ નથી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain