કચ્છ ના અંજારના વરસામેડી નજીક બાઈક પર જતાં યુવકોએ સાઈકલ પર જ ઈ રહેલ યુવક પર કર્યું ફાયરિંગ ની ઘટના યુપી જેવો માહોલ ની ચચૉ

 કચ્છ ના અંજારના વરસામેડી નજીક બાઈક પર જતાં યુવકોએ સાઈકલ પર જ ઈ રહેલ યુવક પર કર્યું ફાયરિંગ ની ઘટના યુપી જેવો માહોલ ની ચચૉ

બાઈક પર સવાર યુવકોએ મુનસી ૫૨ ૩ રાઉન્ડ ફાયરીંગ ની ચચૉ ટોક ઓફ ધ ટાઉન 

કચ્છ ના  અંજારના એરપોર્ટ રોડ પર વેલસ્પન કંપનીના ટી પોઈન્ટ પાસે નાઈન્ટ એવન્યૂ કોમ્પ્લેક્સ નજીક મોટર સાયકલ પર જઈ ૨હેલાં ૨૬ વર્ષિય પરપ્રાંતીય યુવક ૫૨ બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરીગ ની ઘટના વિષે ચચૉઓ 

ફાયરીંગમાં યુવકના જમણા પગની સાથળમાં ગોળી ઘૂસી જતાં તે ઘાયલ થયો છે. યુવકને આદિપુર જૈન સેવા સમિતિની હોસ્પિટલમાં સા૨વા૨ માટે દાખલ કરવામાં આવ્યો 

પોલીસ ના અધિકારીઓની પાસે થીપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘાયલ યુવક રોહિત ક્રિ ષ્નનંદન સાહની ગાંધીધામના નુરાની ટીમ્બર નામના લાકડાના બેન્સામાં મુન્શી તરીકે કામ કરે છે.રોહિત સાંજે બેન્સાથી છૂટીને મોટર સાયકલ પર અંબાજીનગર- ૪ ખાતેના નિવાસસ્થાને પરત જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેના પર ધડાધડ ફાયરીંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફાયરીંગ બાદ બેઉ જણ ત્યાંથી નાસી છૂટ્યાં હતા.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં યુવકે આરતી યાદવ નામની યુવતી સાથે તેના કાકા અને પરિવારજનોની નામરજી વિરુધ્ધ પ્રેમલગ્ન કર્યાં હોઈ તેની અદાવતમાં ફાયરીંગ કરાયું હોવાની આશંકા દર્શાવી છે. અંજાર પીઆઈ એસ.ડી. સિસોદીયાએ હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain