બેફામ બનેલી ખનિજચોરી અટકાવવા ગઢશીશાના લોકદરબારમાં રજૂઆત

 બેફામ બનેલી ખનિજચોરી અટકાવવા ગઢશીશાના લોકદરબારમાં રજૂઆત

આ પંથકના અંદાજિત 60થી વધારે ગામડાંઓને સાંકળતા ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન સાથે વિસ્તારના કનડતા પ્રશ્નોની ચર્ચા માટે લોકો, અગ્રણી તથા રાજકીય આગેવાનો, સરપંચો સાથે લોકદરબાર યોજાયે હતો. આમાં ગુનાખોરી ડામવા માટે પ્રજાને પણ સતત જાગૃત રહેવા તથા સાચી રજૂઆતો - ફરિયાદો પોલીસ તંત્રને કરવા પોલીસવડા સૌરભ સિંઘે જણાવ્યું હતું તથા ગઢશીશા પંથકને અબડાસા વિસ્તાર સાથે જોડતો ગઢશીશા-મોથાળા માર્ગ સત્વરે બને તેવી રજૂઆત તેમજ' ગ્રામ્ય વિસ્તારમાં અવિરત પોલીસ પેટ્રોલિંગ પણ જારી રાખવા તેમણે ખાતરી આપી હતી. 


આ લોકદરબારમાં નાયબ પોલીસવડા એ. આર. જન્કાતએ પણ તંત્ર પાસે સાચી જ રજૂઆત અને ફરિયાદો કરવા જણાવી ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગઢશીશા ઇ. પો. ઇ. ડી. એન. વસાવાએ શાબ્દિક આવકાર બાદ વિસ્તારના લોકોની સંઘભાવના બિરદાવી હતી. ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઇ રાંભિયાએ મોથાળાને જોડતા માર્ગ પરથી ભારે વાહન અને ઓવરલોડની વાત કરી હતી. જ્યારે કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી, રત્નાપર સરપંચ મહેન્દ્રભાઇ રામાણીએ પણ વાડીવિસ્તારમાં થતી ચોરી અટકાવવા રજૂઆતો કરી હતી. શેરડીના સરપંચ પુત્ર અને ધારાશાત્રી રમણીક ગરવાએ બેફામ બનેલી ખનિજચોરી અટકાવવા ભારપૂર્વક રજૂઆત સાથે અમૂક તત્ત્વો દ્વારા તેમના પર રાગ-દ્વેષ રાખતા હોવાની રજૂઆત કરી હતી. 


વિસ્તારના મુસ્લિમ અગ્રણી અબ્દુલભાઇ ઉમર રાયમાએ આગામી દિવસોમાં અખાત્રીજના દિને આ વિસ્તારમાં યોજાનાર સમાજિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં પુખ્તા પોલીસ બંદોબસ્ત સાથે સુલેહ-શાંતિ જળવાય તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી, જ્યારે અગ્રણી સુનીલભાઇ ચોથાણીએ ગઢશીશા વિસ્તારમાંથી સલાહકાર સમિતિમાં સભ્યપદ માટેની માગણી મૂકી હતી. આ લોકદરબારમાં રાજેન્દ્રગિરિ ગોસ્વામી, હિંમતસિંહ જાડેજા, સંજયગિરિ ગોસ્વામી, મોહનસિંહ વાઘેલા, અનિરુદ્ધસિંહ જાડેજા, શિવુભા જાડેજા, લખમણ છભાડિયા, કાસમ રાયમા, ગોવિંદભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ સોઢા, કાનજીભાઇ નારાણ સંગાર, સંગાર સમાજ અગ્રણી શિવજીભાઇ સંગાર, યોગીરાજસિંહ જાડેજા, વિમલસિંહ જાડેજા, કાંતિભાઇ સંગાર, અરવિંદ સંગાર, કુંવરજીભાઇ પારસિયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, મગનભાઇ ભીમાણી (વરઝડી), સરપંચો- વિરાણીગઢના લાલજીભાઇ મહેશ્વરી, રામપરના સુરેશભાઇ કારા, રાજપરના છગનભાઇ પરમાર, દેવપર (ગઢ)ના ચાંપશી છેડા, પ્રેમચંદભાઇ સેંઘાણી, હાજી આમદ રાયમા, કરશનજી જાડેજા, ભરતસિંહ જાડેજા (પોલડિયા), રાજુભા ઝાલા (મકડા) વિગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન, આભારવિધિ શિક્ષક મણિલાલભાઇ ધોળુએ કર્યા હતા. 










0/Post a Comment/Comments

Stay Conneted

Domain