કચ્છ ભાજપના કાર્યકરોને સીપીઆર તાલીમ અપાઈ

 કચ્છ ભાજપના કાર્યકરોને સીપીઆર તાલીમ અપાઈ

ભુજ: વર્તમાન સમયમાં યુવા વર્ગમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક મહિનાના ટુંકા સમયગાળામાં જ ક્રિકેટ રમતા આઠ યુવાનો અચાનક જ આવી ગયેલા હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા છે. ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા કચ્છ સહિત રાજ્યભરમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરોને કાર્ડિયોપલ્મનરી રિસેસિટેશન (સીપીઆર) તાલીમ આપવાનું આયોજન કરાયું છે. 

આજે સવારે ભુજની અદાણી જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ભાજપ ડોક્ટર સેલ અને ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયાના સંયુક્ત ઉપક્રમે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કચ્છનના નિષ્ણાત તબીબો દ્વારા ભાજપ કાર્યકરો અને કચ્છવાસીઓને વૈજ્ઞાનિક ઢબે સીપીઆરની ટ્રેનિંગ અપાઈ હતી જે અંતર્ગત કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા સહિત ભાજપના પદાધિકારીઓએ પણ હાર્ટએટેકના લક્ષણો વખતે અપાતી પ્રાથમિક સારવાની તાલીમ લીધી હતી. 

આ પ્રસંગે ઈન્ડિયન મેઝિલ એસો. ના પ્રેસિડેન્ટ ડો. હેમાલી ચંદેએ જણાવ્યું હતું કે, સમાજમાં યુવા વર્ગને હૃદયસંબંધિ બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જે ચિંતાજનક છે. તબીબો દરેક વખતે દરેક જગ્યાએ ઉપસ્થિત હોતા નથી ત્યારે આવો કોઈ કિસ્સો અને ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ આવે કે દર્દીને નજીકની હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે તે પહેલા લાઈફ સ્પોર્ટ આપી જીવીત રાખી શકાય તે જરૂરી બની રહે છે. સીપીઆર એવી પદ્ધતિ છે જે હૃદયરોગનો હુમલો આવે ત્યારે પ્રાથમિક તબક્કે દર્દીને પ્રાથમિક સારવાર મળે તો દર્દીને હોસ્પિટલ સુધી લઈ જતા પહેલા તેનો જીવ બચાવી શકાય છે. જિલ્લા ભાજપના ડો. મૂકેશ ચંદેએ જણાવ્યું હતું કે, રાજ્યભરની ૩૮ કોલેજોમાં આજે ૧૨૦૦ જેટલા નિષ્ણાત તબીબો દ્વારા ભાજપ કાર્યકરોને પ્રાથમિક સારવાર માટેની

સીપીઆર તાલીમ આપવામાં છે. રાજ્ય સરકારે યુવાવર્ગમાં વધતા હાર્ટએકેટના કેસોને ગંભીરતાથી લઈ સમગ્ર આયોજન ગોઠવ્યું છે. કચ્છ ભાજપ ડોક્ટર સેલ દ્વારા આયોજીત ટ્રેનિંગમાં ભુજના ૩૦ જેટલા એનેસ્થેટીક અને રેસિડેન્ટ તબીબોનો સહકાર મળ્યો હતો. દરેક તાલીમાર્થીને તાલીમ બાદ પ્રમાણપત્ર અપાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે ભુજના નિષ્ણાંત તબીબો ડો. પન્નાબેન પટેલ, ડો. રૂપાલી મોરબીયા, ડો. હિતેશ પટેલ, ડો. સુરેશ રૂડાણી વગેરે સહયોગી બન્યા હતા. 

અદાણી મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સી. પી. આર. ટ્રેનિંગ અભિયાન અંતર્ગત અદાણી મેડિકલ કૉલેજ, ભુજ ખાતે ટ્રેનિંગ અંતર્ગત અભિયાનનું ઉદ્દઘાટન આપણાં રાપર વિધાનસભા ધારાસભ્ય માન. શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વલમજીભાઈ હુંબલ, શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપનાં હોદેદારો, પદાધિકારીઓ, સદસ્યો, મોરચા, સરપંચો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ રાપર હમીરજી સોડા પૂર્વ પ્રમુખ જયદીપસિંહ જાડેજા પુરવા તાલુકા ભાજપ પ્રમુખ ડોલર મહારાજ ગોર નશાભાઈ દયા અને રાજુભા જાડેજા રહો જશુભાઈ જાડેજા વેલજીભાઈ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.










0/Post a Comment/Comments

Stay Conneted

Domain