આડેસર પોલીસ મથક હેઠળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા

 આડેસર પોલીસ મથક હેઠળના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા  પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા

" આડેસર પોલીસ ચેક પોસ્ટ પર કડક ચેકીંગ અંગે સુચારુ વ્યવસ્થા ગોઠવી"

રાપ રકચ્છ ના પ્રવેશદ્વાર આડેસર કે જે રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી ઉતર પ્રદેશ ઉતરાંચલ બિહાર નાગાલેંડ સહિત ના અનેક રાજ્યો સાથે વેપાર ધંધા માટે રોડ માર્ગ થી જોડાયેલ છે અને કચ્છ જિલ્લા નો રાપર તાલુકો આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તાર સાથે  જોડાયેલ છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સામખીયારી પોલીસ મથક હેઠળ સુરજબારી ખાતે પોલીસ ચેક પોસ્ટ અને આડેસર ખાતે પોલીસ ચેક પોસ્ટ કાર્યરત છે 

ત્યારે આ ચેક પોસ્ટ પર થી કોઇ દેશ વિરોધી તત્ત્વો કે અસામાજિક તત્વો દ્વારા ડ્રગ્સ હથિયારો કે નશીલા દ્રવ્યો તથા વિદેશી શરાબ ના ધુસાડે તે માટે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છ ના પ્રવેશદ્વાર એવા આડેસર પોલીસ મથક ખાતે તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું ત્યારે ચાર દિવસ ના ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના આડેસર માખેલ ના અનુસુચિત જન જાતિ ના મહોલા ની મુલાકાત લીધી હતી ઉપરાંત આડેસર રેલવે સ્ટેશન ખાતે મુલાકાત લઈ સુરક્ષા ની અને રેલવે આવવા ગમન ની માહિતી લીધી હતી 

તો પવિત્ર  અને પૌરાણિક યાત્રાધામ મોમાયમોરા ખાતે આવેલા મોમાય માતાજી ના મંદિર ની મુલાકાત લીધી હતી તો આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે પોલીસ વડા એ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ને જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને વાહન ચેકીંગ કરવામાં આવે છે ત્યારે સુરક્ષા અંગે અને માદક પદાર્થ તથા અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ લઈ હેરફેર કરતા વાહનો પર કડક ચેકીંગ હાથ ધરવા માટે સુચના આપી હતી તો રાત્રે પણ પોલીસ ચેક પોસ્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ભીમાસર ખાતે લોક દરબાર નું આયોજન કર્યુ હતું જેમાં બુઝર્ગ લોકો ને જિલ્લા પોલીસ વડા એ પુછપરછ કરી હતી 

તો ભીમાસર ખાતે જૈન દેરાસર મા થયેલ ચોરી ના બનાવ ને એક દિવસ મા જ આડેસર પોલીસ દ્વારા ઉકેલી આરોપીઓ ને પકડી પાડયા હતા તે બાબતે જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે રામજી સોલંકી મોહન ભાઈ બારડ સહિત ના ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા આડેસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કર્મચારીઓ નુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ફુટબોલ ના મેદાન ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પોલીસ કર્મચારીઓ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી તો રાત્રે સાડા આઠ વાગયા દરમિયાન આડેસર રાધનપુર હાઈવે પર આવેલ કરણી કૃપા હાઈવે હોટલ પર આંતર રાજ્ય મા આવતા જતાં ટ્રક ચાલકો સાથે એક મુલાકાત ઓચિંતી કરી હતી અને વાહન ચાલકો ને સાયબર ક્રાઇમ તથા હાઈવે પર લુંટ કે ચોરી રોકવા માટે કઈ રીતે રોકાણ કરવા નું અને ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનો ચલાવવા તથા સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થ કે ખાણીપીણી ન ખાવા માટે જણાવ્યું હતું 

રાજય ના જુદા જુદા રાજયો કે રાજસ્થાન ઉતર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉતર ગુજરાત મહારાષ્ટ્ર સહિત ના વિસ્તારોના ડ્રાઈવરો સાથે ચર્ચા કરી હતી આજે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન સણવા જાગીરદાર પરિવાર ના કૃષ્ણપાલસિંહ જાડેજા રાણાભાઈ આહિર વરણું સરપંચ રમેશ ભાઈ મારાજ માનદાન ગઢવી સહિત ના આગેવાનો અને ગ્રામજનો તથા વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ હાઈવે પર થી પસાર થતી ટ્રકો પર રાત્રે પાર્કિંગ દરમિયાન અકસ્માત ના થાય તે માટે રિફ્લેક્ટર લગાવ્યા હતા 

આ સમયે પોલીસ વડા સાથે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા રાપર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર જે. બી બુબડીયા આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર બી જી રાવલ રિડર પીએસઆઇ વી એ ઝા પીએસઆઇ ડી. જી પટેલ રમેશ ભાઈ ગઢવી વિષ્ણુદાન ગઢવી ભરત ઠાકોર દિલીપ ભાઈ પરમાર સંજય રાઠોડ ગાંડાભાઈ ચૌધરી ચંદ્રકાંત ભાટીયા શિરીષ ભાઈ ઘનશ્યામ ભાઈ ગુરખા રામજીભાઈ આહિર રતનગીરી ગૌસ્વામી ચંદ્રકાંત સુથાર રામગીરી ગૌસ્વામી સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ વાગડ વિસ્તારના આડેસર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા માટે અને લોકો સાથે સીધા સંપર્કમાં પોલીસ રહે અને લોકો ને વ્યાજ ના વિષ ચક્ર સાયબર ક્રાઇમ તથા ઓનલાઈન રમતો તથા સોશ્યલ નેટવર્કિંગ દ્વારા યઃગ જનરેશન પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ જરૂરી સુચના આપી હતી








0/Post a Comment/Comments

Stay Conneted

Domain