ખડીર પોલીસે પોલીસ મિત્રો ની બેઠક મા સરહદ નું રખોપું કરવા હાકલ કરી

ખડીર પોલીસે પોલીસ મિત્રો ની બેઠક મા સરહદ નું રખોપું કરવા હાકલ કરી

રાપર પૂર્વ કચ્છ પોલીસ વિભાગ ના સરહદી ખડીર ખાતે આવેલા ગઢડા પોલીસ મથકે અખંડ ભારત અભિયાન હેઠળ પોલીસ મિત્રો ની બેઠક બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી ખડીર પીએસઆઇ કે. ડી રાવલ ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોલીસ મિત્રો ને જણાવ્યું હતું કે ખડીર વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર છે અને ધોરાવીરાની સિંધુ સંસ્કૃતિ ધરાવતા વિસ્તારમાં અસંખ્ય પ્રવાસીઓ આવે છે એટલે આ વિસ્તારમાં સાવચેતી રાખવી જરૂરી છે એટલે સંગધિત શખ્સો કે ચીજ વસ્તુઓ જોવા મળે તો નજીક ના પોલીસ મથકમાં અથવા જે તે વિસ્તારના પોલીસ કર્મચારીઓને જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો તદુપરાંત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરેલ. સ્ત્રીઓ,બાળકો,અને વૃદ્ધો સાથે થતુ શોષણ કે અન્યાય ન થાય તેવી તકેદારી રાખવા તથા તે અંગેની માહિતી પોલીસ ને મેળવવા મદદરૂપ થવું. સિનીયર સિટીઝન ને મદદરૂપ થવું.


પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવુતિ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવી. કુદરતી આપત્તિ મા લોકોને મદદ કરવી.ટ્રાફિક કામગીરીમા મદદ કરવી.પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો  તાત્કાલિક પોલીસ ને જાણ કરવી. લોકોમાં પોલીસ પ્રત્યે હકારાત્મક અભિગમ ઊભો થાય તેવા તમામ પ્રયત્નો કરવા માટે સુચના આપી હતી બેઠક મા એએસઆઇ રાજુભાઈ તથા મહાવિરસિંહ જાડેજા અને પોલીસ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain