નલીયા પો.સ્ટે વિસ્તારમાંથી બોલેરો પીકઅપ કાર માંથી આધાર પૂરાવા તથા બીલ વગરની ૫૦ સિમેન્ટની બોરી કી.રૂ.૧૦,૦૦૦/- ની મતા સાથે ઝડપી પાડી એક ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ-ભુજ

 નલીયા પો.સ્ટે વિસ્તારમાંથી બોલેરો પીકઅપ કાર માંથી આધાર પૂરાવા તથા બીલ વગરની ૫૦ સિમેન્ટની બોરી કી.રૂ.૧૦,૦૦૦/- ની મતા સાથે ઝડપી પાડી એક ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ, પોલીસ અધિક્ષક સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.જે અન્વયે એસ.ઓ.જી પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી..ભોલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.ડી.જાડેજાઓએ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ખનીજ તેમજ અન્ય ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.

આજરોજ એસ.ઓ.જી.નાં એ.એસ.આઈ.જોરાવરસિંહ જાડેજા તથા ઘનશ્યામસિંહ જાડેજાનાઓ નલીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાડીયા ગામના બસ સ્ટોપ પાસે આવતા સામેથી બોલેરો પીકઅપ કાર નં.જી.જે.૧૦ ટી.ટી.૩૫૪૪ તાલપત્રી બાંધેલી શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી ચેક કરતા તેમાં આધાર પૂરાવા કે બિલ વગરની કુલ-૫૦ થેલી સિમેન્ટ કી.રૂ.૧૦,૦૦૦/- ની સાથે મળી આવતા ઇસમ નામે રહેમતુલા અબ્દુલકરીમ જત,ઉ.વ.૩૯,રહે.ગામ બેબારીવાંઢ,તા.અબડાસા,કચ્છ વાળો હોય જેથી મજકૂર વિરુદ્ધ નલીયા પો.સ્ટે ખાતે સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ થવા માટે સોપવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલની વિગત (૧) બોલેરો પીકઅપ કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/- (૨) સિમેન્ટની બોરી નંગ-૫૦, કી.રૂ.૧૦,૦૦૦/- કુલ કી.રૂ.૨,૧૦,૦૦૦/-

0/Post a Comment/Comments

Stay Conneted

Domain