વડનગર પોલીસ મથકનુ સીપોર ઓપી નું તાળું કયારે લોકો ની સેવા માટે ખૂલશે તે ની ચચાઑ ટોક ઓફ ધ ટાઉન

વડનગર પોલીસ મથકનુ  સીપોર ઓપી નું તાળું  કયારે લોકો ની સેવા માટે ખૂલશે તે ની ચચાઑ ટોક ઓફ ધ ટાઉન

સીપોર આજુબાજુના વિસ્તારમાં ઈંગ્લિશ અને દેશી દારૂ નુ મોટું કટીંગ ચચૉ માં અહીં વહીવટદાર પણ સતાના નશા માં મસ્ત પીઆઇ ગામીત કે એસપી અચલ તયાગી કોઈ નક્કર પગલાં ભરે તેવી માંગ 

સિપોર આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન શોભા ના ગાંઠિયા સમાન લાખો ના ખર્ચ કરી પોલીસ સ્ટેશન સ્ટાફ કવૉટર સાથે બનાવેલ હોવા છતાં કોઈ પોલીસકર્મી રહેતા નથી કે હાજર હોતા નથી, સિપોર આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન માં આજુબાજુ ના 13 તેર ગામો નો સમાવેશ થાય છે અને 6 છ પોલીસ કર્મી નું મહેકમ છે ગામ માં દિન પ્રતિદિન મારામારી ઝઘડા,ચોરી,અપહરણ,વધી રહેલા છે ભૂતકાળ માં પણ આવાં બનાવો બનેલા છે ગામ માં સાંજે ટ્રાફીક ની મોટી સમસ્યા રહેલી છે કોઈ અનિચ્છનિય બનાવ બને તો વડનગર જવું પડે છે 

જો ગામ માં પોલીસ ની હાજરી હોય તો અસામાજિકતત્વો લગામ માં રહે પરંતુ પોલીસ ન હોઈ અસમાજિક તત્વો ફૂલ્યા ફાલ્યા છે આ બાબતે ગામ ના અગ્રણી ડોક્ટર કોદરભાઈ રામી મહામંત્રી વડનગર તાલુકા ભાજપ સહિત ગામ ના જાગૃત નાગરિકો તથા તાલુકા ડેલીકેટ  સહિતે એસપી. મેહસાણા અચલ ત્યાગી ને રજુઆત કરેલી એસ.પી. મેહસાણા ને ૧૪/૦૩/૨૦૨૩ ના રોજ રૂબરૂ રજુઆત કરતાં તેમણે મુલાકાત દરમ્યાન પી. આઈ. વડનગર ને સિપોર આઉટ પોલીસ સ્ટેશન ચાલુ છે કે બંધ તેની વિગતો પૂછી પોલિસ સ્ટેશન ચાલુ કરવા નું કહ્યું હતું અને રજુઆત કર્તા ઓ ને એસ.પી.મેહસાણા અચલ ત્યાગી એ સિપોર ગામ ખાતે બીજા દિવસે બુધવારે કે ગુરૂવારે રુબરુ આવવા ની હૈયા ધારણા આપેલી હજુ સુધી સાહેબ આવેલ નથી કે પોલિસ સ્ટેશન ચાલુ થયું નથી ગામ માં પ્રજા ને નિર્ભય પણે રહી શકે તે માટે સરકાર શ્રી એ લાખો નો ખર્ચ કરી બનાવેલ આઉટ પોસ્ટ પોલિસ સ્ટેશન અધિકારીઓ ની રહેમ નજર ચાલુ ન થતાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી ચૂકી છે   

જેથી અસમાજિક તત્વો ને છૂટો દોર મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જો આગામી સમય માં પોલિસ સ્ટેશન નહિ ચાલુ થાય તો ગ્રામજનો માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને રુબરુ મળશે તેવું જાણવા મળેલ છે આ બાબતે ખેરાલુ ના ધારાસભ્ય શ્રી સરદારભાઇ ચૌધરી એ આ બાબતે કાર્યવાહી કરવા પોલિસ તંત્ર ને સૂચના આપેલ છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી

સીપોર ઓપી ના જમાદાર પણ અલગ વટ રાખી કામ કરી રહ્યા ની ચચાઑ ટોક ઓફ ધ ટાઉન બની છે અહીં વડનગર પોલીસ સ્ટેશન ના વહીવટદાર નું પણ અલગ શાશન   ચાલતું હોવાની ચર્ચા પણ પીઆઇ સી બી ગામીત માટે વિચાર માગે તેવી બાબતો ચચૉ માં છે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain