રાપર નાં બગીચા નજીક ચકરા માં ધડાકા સાથે નંબર પ્લેટ વગર નુ ડંફર અથડાતા મચી અફડા તફડી.

રાપર નાં બગીચા નજીક ચકરા માં ધડાકા સાથે નંબર પ્લેટ વગર નુ ડંફર અથડાતા મચી અફડા તફડી.

રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનીજના વધુ ફેરા ભરવાની લ્હાયમાં ફુલ સ્પીડે દોડતા ડમ્પરો ઘાતક બનતા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં નોંધાઇ ચૂકી છે, તેવામાં બેકાબુ બનેલા ડમ્પર ચાલકે શહેરનાં બગીચા નજીક આવેલા ચકરામાં અથડાવતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક નંબર પ્લેટ વગરનુ ખાલી ડમ્પર બાયપાસ બાજુ થી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું પણ ડ્રાયવર પીધેલી હાલતમાં હોઇ સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા ડમ્પર સીધું નગરપાલિકાએ બનાવેલા ચકરામાં જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં જોકે કોઈ જાન હાની ના થતાં હાશકારો અનુભવ્યો હતો. 

ત્રણ કલાક ઉપર આ ડમ્પર ઘટના સ્થળે પડી રહ્યું છતાંય નગરપાલિકા કે પોલીસમાંથી કોઈ ફરક્યું નહોતું અંતે ઠેક સાંતલપુર રહેતાં ડમ્પર માલિક અહીં રાપર પહોંચી ક્રેન વડે ખેંચાવીને સાઈડમાં મુકાવ્યું હતું. તો એક એક્ટિવા ચાલક મહિલા જો પોતાની એક્ટિવામાં બ્રેક નાં લગાવત તો આજ મોટી દુર્ઘટના સર્જાતા વાર નાં લાગત આવીજ રીતે રા૫૨ શહેર માં બેફામ રીતે દારૂ પીધેલી હાલત માં ઓવરલોડ ડમ્પર ચાલકો રોજ પસાર થાય છેં પણ સંબંધીત તંત્ર કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain