અમદાવાદ શહેર પોલીસ ઝોન-૧ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની શી ટીમ ભેગી મળીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણી ના ભાગરૂપે રિવરફ્રન્ટ વોક્-વે માં ખાનગી કપડા માં

અમદાવાદ શહેર પોલીસ ઝોન-૧ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની શી ટીમ ભેગી મળીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણી ના ભાગરૂપે રિવરફ્રન્ટ વોક્-વે માં ખાનગી કપડા માં 

મે.પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૧ ડૉ લવિના સિન્હા નાઓના માર્ગદર્શન હેઠળ આગામી  ૮ માર્ચ “આંતરરાષ્ટ્રીય મહિલા દિન” નિમિત્તે તથા માર્ચ મહિનો મહિલા માસ તરીકે ઉજવણી કરવામા આવે છે. 


જે અનુસંધાને મહિલાઓ સાથે બનતા ગુનાઓ અટકાવવા તથા મહિલાઓને જરુરી સુરક્ષા આપવા તથા મહિલાઓ સાથે કેવા બનાવો બને છે ? તે સારૂ મહિલા P.S.I. જે.બી.ભાદરકા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તથા શી ટીમ તથા નવરંગપુરા શી ટીમના કર્મચારીઓ તથા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના મહિલા P.S.I. એ.જે. વણઝારા તથા શી ટીમના કર્મચારીઓ સાથે ખાનગી કપડામા સામાન્ય જનતાની જેમ (પોલીસ તરીકે ન ઓળખાઇ તે રીતે) મહિલાઓ સાથે બનતા ગુનાઓ અટકાવવા તથા મહિલાઓને જરૂરી સુરક્ષા આપવા તથા મહિલાની છેડતીના બનાવો ન બને તે સારૂ પગલા લેવા તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ સાબરમતી રીવરફ્રંટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા 



તે દરમ્યાન સાથેના મહિલા કર્મચારીઓને ખરાબ ઇશારા કરી અશ્લીલ હરકતો કરી જાહેરમાં લોકોની લાગણી દુ:ભાય તેવુ વર્તન કરતા મળી આવી પકડાઇ ગયેલ હોય જે બાબતે રીવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ “બી”.ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૯૨૩૦૦૨૪/૨૦૨૩ ધી જી.પી.એક્ટ કલમ ૧૧૦,૧૧૭ આરોપી નામે આનંદ હસમુખભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.મ.નં.બી/૨૫ એકતાનગર, સૌરાયનગરની બાજુમાં વાસણા અમદાવાદ શહેર તથા રીવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ “બી”.ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૯૨૩૦૦૨૫/૨૦૨૩ ધી જી.પી.એક્ટ કલમ ૧૧૦,૧૧૭ આરોપી નામે ચિરાગ શૈલેષભાઇ ભંડારી ઉ.વ.૨૨ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.મ.નં.બી/૩૦ સૌરાબજી કંપાઉન્ડ જુના વાડજ અમદાવાદ શહેર તથા રીવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ “બી”.ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૯ ૨૩૦૦૨૬/૨૦૨૩ ધી જી.પી.એક્ટ કલમ ૧૧૦,૧૧૭ આરોપી નામે રોમિલ નવીનભાઇ ઠાકોર ઉ.વ.૨૩ ધંધો.અભ્યાસ રહે.મ.નં.૫૯૪ ઠાકોર વાસ, પાલડી ગામ અમદાવાદ શહેર નાઓને પકડી અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain