દિલ્હી સંસદમાં થિ કોંગ્રેસ ના નેતા અને સાંસદ રાહુલ ગાંધી નુ સદસ્ય પર રદ કરવાના વિરોધ માં કચ્છ ના ગાંધીધામ માં કોંગ્રેસ ના સંદસ્યોએ નોંધાવ્યો વિરોધ

દિલ્હી સંસદમાં થિ કોંગ્રેસ ના નેતા અને સાંસદ રાહુલ ગાંધી નુ સદસ્ય પર રદ કરવાના વિરોધ માં કચ્છ ના ગાંધીધામ માં કોંગ્રેસ ના સંદસ્યોએ નોંધાવ્યો વિરોધ 

કોંગ્રેસ પક્ષના લોકલાડીલા નેતા શ્રી રાહુલ ગાંધીજી ને લોકસભા ના સભ્ય  પદે થી બરતરફ કરી ભાજપ સરકારે લોકશાહી ની ખૂન કરેલ છે. જેના વિરોધ માં આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ એસ સી સેલ, ઓબીસી સેલ અને માઈનોરિટી સેલ દ્વારા સંયુક્ત રીતે ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું હતું.                        

કોંગ્રેસ પક્ષના લોકલાડીલા નેતા શ્રી રાહુલ ગાંધી ને ખોટા કેસ માં ફસાવી સભ્ય પદ રદ કરવું એ મૂળ મુદ્દા થી ધ્યાન ભટકાવવાની શાજીશ છે. અદાણી ની કંપની માં 20 હજાર કરોડ સેલ કંપની દ્વારા રોકાણ કરવામાં આવ્યું તે પૈસા કોના છે એવા સવાલો વારંવાર રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવા માં આવ્યા. છતાં તેની તપાસ કરવાના બદલે રાહુલ ગાંધી ને હેરાન કરવમાં આવી રહ્યા છે. જે રીતે 24 કલાક માં સભ્ય પદ રદ કરવા માં આવ્યું તે બતાવે છે કે સરકાર રાજકીય કિન્નાખોરી થી કામ કરી રહી છે.         

આજરોજ ગાંધીજી ની પ્રતિમા ને હાર પહેરાવી વંદન કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રસના નેતાઓ દ્વારા "મોદી અદાણી ભાઈ ભાઈ" ના નારા લગાવવા માં આવ્યા હતા. હંમેશની જેમ જ શાંતિ પૂર્વક પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ ના નેતા અને કાર્યકર્તા ની નારા લગાવતા ની સાથે જ પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ સરકાર વિપક્ષ નું શાંતિ પૂર્વક નું ધારણા પ્રદર્શન પણ સહન કરી શકતી નથી. જે દર્શાવે છે કે લોકશાહી હવે માત્ર નામ પૂરતી જ રહી છે. 

આ કાર્યક્ર્મ માં કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષના એસ સી સેલ ના પ્રમુખ ભરત ભાઈ સોલંકી તથા ઓબીસી સેલ ના પ્રમુખ સ્મિત ગોસ્વામી , માઇનોરિટી સેલ ના પ્રમુખ સૈયદ અસરફશા બાપુ, મહિલા સેલ ના પ્રમુખ પુષ્પા બેન સોલંકી, જિલ્લા ના આગેવાન ચેતન જોષી, ભરત ગુપ્તા, તથા શેરબાનું બેન ખલીફા ,શહેર પ્રમુખ સંજય ગાંધી,તાલુકા પ્રમુખ ગનીભાઇ માંજોઠી, વિરોધ પક્ષ ના નેતા સમીપ ભાઈ જોષી, મહિલા પ્રમુખ અમૃતા દાસ ગુપ્તા ,સેવાદળ ના રાધાબેન ચૌધરી,ભચાઉ શહેર પ્રમુખ મનજી ભાઈ રાઠોડ, સોશિયલ મીડિયા ના પ્રમુખ દશરથ જોષી, યુથ પ્રમુખ નિતેશ લાલન,રાજુભાઈ શર્મા, બળદેવસિંહ ઝાલા, હકુભા જાડેજા,લતીફ ખલીફા, નિલેશ ભાનુશાલી,કસમ ત્રાયા,સિકંદર ખાન પઠાણ, અનવર પઠાણ ,આશિષ ભાઈ સથવારા, નવીન અબચુંગ, ડી એસ ખાલસા,અબ્બાભાઈ મોખા, કાસમ કુંભાર ભચાઉ, હારુન ખલીફા, મો હુસૈન શેખ , સિદ્ધિક આગરીયા, અલ્તાફ ખલીફા, યુસુફ પઠાણ, મુસ્ફિકુલ રહેમાન, મેહુલ માતંગ, જુમાબેન મહેશ્વરી,સીમાબેન, માલશી પરમાર, વાલજી મહેશ્વરી, પરબત રબારી, બાબુ ભાઈ આહીર,વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain