જૂનાગઢ નેશનલાઈઝ હાઉસીંગ ફાયનાન્સ ના મેનેજર સામે ફોજદારી ફરિયાદ

જૂનાગઢ નેશનલાઈઝ હાઉસીંગ ફાયનાન્સ ના મેનેજર સામે ફોજદારી ફરિયાદ

પંજાબ નેશનલ હાઉસિંગ ફાઇનાન્સ મોતીબાગ શાખાનાં મેનેજર લોન ધારક પાસે વધુ વ્યાજ વસૂલવાના ઈરાદે લોન ભરપાઈ કરવાની રકમ નહી આપવા અંગે પોલીસમાં રાવ

જૂનાગઢ તા.૨૪ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેકટર ને સંબોધીને જૂનાગઢનાં એક નાગરીકે ફરિયાદ અરજી મોકલી છે અને જેમાં પંજાબ નેશનલ બેંકે હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ મોતીબાગ સાખા ના મેનેજર દ્વારા વધુ વ્યાજ લેવાના ઈરાદે અરજદાર લીધેલ લોન ભરપાઈ કરવા માંગતા હોવા છતાં લોન ભરપાઈની રકમ નહી આપવા અંગે રજૂઆત કરવામાં આવના ચકચાર જાગી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના ફરિયાદી અરજદાર નાગરીકે આ પત્રમાં જણાવેલ છે કે, જૂનાગઢમાં મોતી બાગ બ્રાન્ચ આવેલ પીએનબી હાઉસીંગ ફાયનાન્સમાંથી મકાન માટે લોન લીધેલ હતી. જેલાંનનાં ખાતા નંબર એચઓયુ/એન ડી ૪૨૧/૮૭૭૭૧૧ વાળાએ એવા આક્ષેપ સાથે પોલીસને પોતાની રજૂઆત કરી હતી કે આ લોનમાં પંજાબ નેશનલ બેંક હાઉસીંગ ફાયનાન્સ લી.તરફથી તે ના ભરી શકે.તેટલું ઉંચું વ્યાજ હોય જેથી તેમણે લોન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે ટ્રાન્સફર કરવા માટે

તપાસ કરતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તેમને ઓછા વ્યાજના દરે લોન મંજુરી માટે જણાવેલ હતું. જેથી તેમણે પંજાબ નેશનલ બેંક હાઉસીંગ કુંડ. લિમિટેડ ના મેનેજરનો સંપર્ક કરતા તેમણે ઈરાદાપુર્વક અને વ્યાજના ચક્રમાં ફસાઈ રહે તેમજ તેમને લોન ઓછા વ્યાજે સ્ટંટ બેંક ઓફ ઈન્ડિયામાં ન થાય તેવા ઇરાદે જાણી જોઈને લોન મરપાઇ કરવા માટેની રકમ

એટલે કે ફૉર કલોઝ એમાઉન્ટ તેમને અનેક ધક્કા ખાવા છતાં આપતા નથી આ બાબતે વારંવાર તેમણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા છતાં પરિણામ ન મળ્યું હતું અને શાખા ના મેનેજર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા હતા પૂર્ણ રકમ ભરવાનો આંકડો તેમને ન મળતા દિનપ્રતિદિન વ્યાજના ચક્રમાં કસાતા જતા હોય જેથી તેમની આ અરજીને ધ્યાને લઈ તેમને માનસિક ત્રાસ તેમજ વધારે વ્યાજમાંથી મુકત ન થાય તેવો બદઈરાદો ધરાવવા બદલ જવાબદાર એવા બ્રાન્ચ મેનેજર સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવા પોતાની રજૂઆતમાં માંગ કરી છે.

રજૂઆત કરનારે પોતાની રજૂઆત બી ડિવિઝનના પી.આઇ.સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગાંધીનગર ગૃહ મંત્રી સુધી તેમજ પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સ લી. ની જૂનાગઢ બ્રાંચમાં પણ ન્યાયની માંગણી કરી છે - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain