જૂનાગઢ જિલ્લા એ વારાણસી ખાતે યોજાયેલ વન વર્લ્ડ ટીબી સમિટમાં સિલ્વર મેડલની કેટેગરીમાં સ્થાન મેળવ્યું

જૂનાગઢ જિલ્લા એ વારાણસી ખાતે યોજાયેલ વન વર્લ્ડ ટીબી સમિટમાં સિલ્વર મેડલની કેટેગરીમાં સ્થાન મેળવ્યું

ટીબીના કેસોમાં સારી કામગીરી કરવા બદલ જૂનાગઢ જિલ્લાને સિલ્વર મેડલ મળ્યો

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી ટીબીના નવા કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

જૂનાગઢ આજે વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન થયું હતું. આ સમિટમાં જૂનાગઢ જિલ્લાનાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ દરમિયાન ટીબીનાં નવા કેશોમાં ૪૦ ટકા જેવો નોધપાત્ર ઘટાડો જોવા મળેલ જે અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સામાવેશ કરવામાં આવેલ અને સિલ્વર મેડલ મળેલ છે.

જેમાં તા. ૨૦/૧૨/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૩નાં સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લાનાં ૨૦ ગામોમાં/કોર્પોરેશન વિસ્તારમા સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે. જેમાં ૧૦૦૦૪ ઘર, ૩૮૨૦૨ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અને ૧૧૭૭ સ્પુટમ સેમ્પલ કલેકશન કરવામાં આવ્યા છે. જેને અતિ આધુનિક જીન એક્સપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં કોઇપણ નવો કેશ નોંધાયેલ ન હતો. જે હકિકત ને અનુલક્ષીને સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ઘોરણને પૂર્તતા કરતાં હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જિલ્લા કક્ષાનાં અધિકારીશ્રી અને ડબ્લ્યુ. એચ.ઓ. નાં કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. 

આ તમામ કામગીરી જૂનાગઢ જિલ્લાના ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લાનાં પ્રોગ્રામ ઓફિસર, તમામ તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, સુપરવાઈઝર, સહિતનાઓ ની ટીમ ની જહેમત થકી આ સફળતા મળી હોવાનો ઉલ્લેખ કરાયો હતો - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain