રાજકોટ મધ્યે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ પાસે શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત લોકોને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યુ

 રાજકોટ મધ્યે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ પાસે શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત લોકોને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યુ

શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે છેલ્લા પાંચ વર્ષથી  અવિરત ચાલતા સેવાકીય પ્રવૃતિઓ માં આજરોજ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ પાસે જરૂરિયાત લોકોને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉનાળાની ઋતુ ને ધ્યાનમાં રાખી તરબૂચ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

રાજકોટ મધ્યે શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી એક માનવતા ની મિશાલ પૂરી પાડવામાં આવે છે ટ્રસ્ટના પ્રમુખશ્રી ડો.ભરતભાઈ મહેતા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ વોરા ની સાથે પૂરી ટીમ સેવાકીય યજ્ઞમાં સહભાગી બની ને સેવાના દરેક કાર્યો સફળતા થી પાર પાડે છે ટ્રસ્ટના દરેક સભ્યો પોતાનું તન મન અને ધન થી સહયોગ પૂરો પાડી આ સેવાનો લાભ લઈ રહ્યા છે.

સંસ્થા ની સેવાકીય પ્રવૃતિઓ થી પ્રેરિત બની લોકો દ્વારા સારા પ્રસંગો જેવા કે  લગ્નપ્રસંગે, જન્મદિવસ નિમિત્તે અને લગ્નજીવનન વર્ષગાંઠ  ના  શુભ પ્રસંગોમાં લોકો યથા શક્તિ યોગદાન  શ્રી જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ ને આપી સેવામાં સહભાગી બની રહ્યા છે હાલમાં દાતાપરિવાર  ઈન્દ્રાદેવી ઉત્તમચંદ સંચેતી રાજકોટ વાળા દ્વારા રૂપિયા ત્રણ હજાર જેટલી રકમનું દાન આપી સેવા માં સહભાગી થયા હતા. જેમનું સંસ્થા દ્વારા શબ્દોરૂપી આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતુ.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain